Punjab-Haryana Water Dispute : પંજાબ અને હરિયાણા વચ્ચે પાણી માટે ભારે રાજકીય યુદ્ધ શરૂ થયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કર્યા બાદ ‘ભાખરા ડેમ મેનેજમેન્ટ બોર્ડ – BBMB’એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજીતરફ ફતેહાબાદની એક પંચાયતે પણ પાણીનો મુદ્દો લઈને હાઈકોર્ટ પહોંચી ગઈ છે. બંને અરજીઓ પર તાત્કાલીક સુનાવણી માંગ થયા બાદ ન્યાયાધીશોની બેંચે આજે જ સુનાવણી હાથ ધરી છે. કોર્ટે બીબીએમબી, પંજાબ સરકાર અને હરિયાણાને નોટિસ જારી કરવાની સાથે આવતીકાલે બપોરે 3.00 કલાકે ફરી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.