Jammu Kashmir Accident: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) નજીક એક વાહન ખીણમાં ખબકતાં બે સૈનિકો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કરનાહના ટીટવાલ વિસ્તારમાં રેયાલા મુરચાના રોડ પર આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વાહન બેકાબૂ થવાના કારણે વાહન ખીણમાં ખાબક્યું હતું. દુર્ઘટનાના કારણોની તપાસ કરાઈ રહી છે.