High alert in UP: ભારતે પહલગામ આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે. PoKમાં મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ 9 જગ્યાએ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાનીમાં મોક ડ્રીલ કાર્યક્રમ દરમિયાન નાગરિક સુરક્ષા તૈયારીઓનો અભ્યાસની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશની સેના અને બહેન-દીકરીઓ પ્રત્યેની સંવેદનાનું પ્રતીક છે. જનતા પણ સેનાની બહાદુરીને સંપૂર્ણ સમર્થન આપીને પહલગામ હુમલા પર સેનાની કાર્યવાહીને નિર્ણાયક ગણાવી હતી. અમે કોઈને પણ દેશના ગૌરવ અને ગરિમા સાથે ખિલવાડ કરવા દઈશુ નહીં. દેશ પહેલા આવે છે, ભારત માતા વિરુદ્ધ કાવતરું કરનારાઓને પરિણામ ભોગવવું પડશે.’
આ પણ વાંચો: કોઈપણ પરિસ્થિતિમાં સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘ભારત માતા વિરુદ્ધમાં જે પણ કાવતરુ ઘડશે, તેને પરિણામ ભોગવવું પડશે. ગામડાં, શહેર અને મોહલ્લાઓમાં જ્યારે પણ સુરક્ષા સંબંધિત મુદ્દાની વાત આવશે, ત્યારે સૌથી પહેલા દેશ ચિંતા કરવામાં આવશે. ફક્ત NCC, હોમગાર્ડ્સ કે સ્કાઉટ્સ જ નહીં, સામાન્ય નાગરિકોએ પણ સુરક્ષા એજન્સીઓ સાથે હાથ મિલાવવો પડશે. તેમણે તમામ નાગરિકોને પોતાની ફરજો સમજવા અને દેશની સુરક્ષામાં ભાગ લેવા અપીલ કરી હતી.’
પહલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવેલી ભારતીય સેન્યની કાર્યવાહીને લઈને મુખ્યમંત્રી યોગીએ ત્રણેય સેના, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી અને કેન્દ્રીય મંત્રીમંડળનો ઉત્તર પ્રદેશની જનતાની તરફથી શુભકામના પાઠવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ પહલગામ હુમલામાં શહીદ થયેલા લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ઉત્તરાખંડ : બદ્રીનાથ ધામની સુરક્ષામાં ફેરફાર, હવે ભારતીય રિઝર્વ બટાલિયન સંભાળશે જવાબદારી
લખનઉમાં રિજર્વ પોલીસ લાઈનમાં થયેલી મોક ડ્રીલમાં મુખ્યમંત્રીએ ભારત માતાના જયકારા સાથે શરૂઆત કરી હતી. જેમાં NDRF દ્વારા મોક ડ્રીલ શરૂ થતાં જ સાયરન વાગવા લાગ્યું અને દુશ્મનના હવાઈ હુમલાઓથી બચવા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાગરિકોએ સલામત સ્થળોએ આશરો લીધો હતો.