Ludhiana And Visavadar Assembly By-Election 2025 : પંજાબની લુધિયાણા બેઠક અને ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આજથી પાંચ મહિના પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા ખોવી પડી હતી. દિલ્હીની ચૂંટણીમાં AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સહિત તમામ મોટા નેતાઓ હારી ગયા હતા, ત્યારે લુધિયાણા અને વિસાવદર બેઠક પર AAPની જીત પા્ટી માટે સંજીવની સાબિત થઈ શકે છે.
હવે AAP પંજાબ-ગુજરાત પર ફોકસ વધારશે
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને પાર્ટીએ લુધિયાણા બેઠક પણ જીતી લીધી છે.