Territorial Army : ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં ભારત સરકારે અનેક જરૂરી નિર્દેશ જારી કર્યા છે, ત્યારે રક્ષા મંત્રાલયે સેના પ્રમુખને મોટી જવાબદારી સોંપી છે. જેમાં પાકિસ્તાન સાથેની ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર વધતાં તણાવ વચ્ચે રક્ષા મંત્રાલયે સેનાની તૈયારીનો તાગ મેળવ્યો છે. આ સાથે ટેરિટોરિયલ આર્મીને તૈનાત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, હવે ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓ અને નોંધાયેલા જવાનોને પણ તૈનાત કરવામાં આવશે. ચાલો જાણીએ કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી?
ટેરિટોરિયલ આર્મી રૂલ્સ 1948ના નિયમ 33 અનુસાર 6 મે 2025ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સરકારે આર્મી ચીફને જરૂર મુજબ ટેરિટોરિયલ આર્મીના દરેક અધિકારી અને નોંધાયેલા જવાનોને બોલાવવા અને જવાબદારીઓ સોંપવાનો અધિકાર આપ્યો છે.