મુંબઈ : પહેલગામ-કાશ્મીરમાં આતંદવાદી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વના ટેન્શન છતાં કોર્પોરટ ઈન્ડિયાના પરિણામોમાં ગત સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વમાં સુલેહની શકયતા અને રશિયા-યુક્રેન યુદ્વ વિરામના સંકેતે આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધારણાથી સારા રિઝલ્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત મોટી ખરીદીના પીઠબળે આજે ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી રહી હતી. સેન્સેક્સ ફરી ૮૦૦૦૦ની સપાટી કુદાવી જઈ અંતે ૧૦૦૫.૮૪ પોઈન્ટ ઉછળીને ૮૦૨૧૮.૩૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૮૯.૧૫ પોઈન્ટની છલાંગે ૨૪૩૨૮.૫૦ બંધ રહ્યા હતા.
રિલાયન્સ રિઝલ્ટના પરિણામે રૂ.૬૮ ઉછળીને રૂ.૧૩૬૮ : ઓઈલ ઈન્ડેક્સ ૭૪૬ પોઈન્ટ ઉછળ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગત સપ્તાહમાં જાહેર થયેલિ ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખા નફામાં ૨.૪ ટકાની વૃદ્વિ સાથે રિટેલ ક્ષેત્રે સારી કામગીરીએ ફંડોની આજે ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૮.૪૫ ઉછળીને રૂ.૧૩૬૮.૪૫ રહ્યો હતો. બીપીસીએલ રૂ.૧૪.૬૦ વધીને રૂ.૩૧૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૨૦ વધીને રૂ.૧૮૫.૪૦, એચપીસીએલ રૂ.૧૨.૧૫ વધીને રૂ.૩૯૨, અદાણી ટોટલ ગેસ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૬૧૬.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૦૫ વધીને રૂ.૪૦૬, ઓએનજીસી રૂ.૪.૧૫ વધીને રૂ.૨૫૦.૫૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૬૫ વધીને રૂ.૧૮૯.૪૦ રહ્યા હતા.
બેંકેક્સની ૯૫૦ પોઈન્ટની છલાંગ : સ્ટેટ બેંક રૂ.૧૯, એક્સિસ રૂ.૨૭, આરબીએલ બેંક રૂ.૧૯ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટી તેજી કરતા બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૪૯.૯૧ પોઈન્ટની છલાંગે ૬૩૧૯૭.૮૯ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૮૫ વધીને રૂ.૮૧૭.૬૦, એક્સિસ બેંક રૂ.૨૭.૪૦ વધીને રૂ.૧૧૯૨.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૫.૧૫ વધીને રૂ.૨૫૨.૫૦, કેનેરા બેંક રૂ.૧.૯૫ વધીને રૂ.૯૮.૪૨, ફેડરલ બેંક રૂ.૩.૩૫ વધીને રૂ.૧૯૯.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૯૦ વધીને રૂ.૧૪૨૮.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૩.૨૦ વધીને રૂ.૨૨૨૬.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૨૦ વધીને રૂ.૮૩૦.૪૫, એચડીએફસી બેંક રૂ.૯.૦૫ વધીને રૂ.૧૯૧૯.૪૦ રહ્યા હતા. આરબીએલ બેંક રૂ.૧૯.૨૫ વધીને રૂ.૨૦૭.૦૫, ડીસીબી બેંક રૂ.૧૨.૩૦ વધીને રૂ.૧૩૯.૪૦, કેપિટલ ફર્સ્ટ બેંક રૂ.૧૩.૮૫ વધીને રૂ.૩૦૩.૭૫, ગોડિજિટ રૂ.૧૫.૪૫ વધીને રૂ.૩૧૪, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૪૬૮.૯૫, પીએનબી રૂ.૨.૮૫ વધીને રૂ.૧૦૨.૦૮, હુડકો રૂ.૬.૨૫ વધીને રૂ.૨૨૬.૪૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૮૯ ઉછળ્યો : કેઈન્સ રૂ.૩૧૬, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૨૫ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે કંપનીઓના પરિણામોની સાથે મોટી ખરીદી કરી હતી. કેઈન્સ રૂ.૩૧૬.૪૦ વધીને રૂ.૫૮૯૪.૨૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૨૪.૮૫ વધીને રૂ.૪૪૨૬.૨૦, ભારત ડાયનામિક્સ રૂ.૭૫.૧૦ વધીને રૂ.૧૪૮૭.૮૦, ભેલ રૂ.૮.૩૫ વધીને રૂ.૨૩૦.૨૦, એનબીસીસી રૂ.૩.૨૦ વધીને રૂ.૯૮.૬૮, જીએમઆર એરપોર્ટ રૂ.૨.૭૮ વધીને રૂ.૮૮.૧૫, સિમેન્સ રૂ.૮૪.૨૦ વધીને રૂ.૨૯૧૭.૪૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૬.૭૫ વધીને રૂ.૨૯૨૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦.૨૫ વધીને રૂ.૪૬૩.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૮૯.૪૭ પોઈન્ટની છલાંગે ૬૨૬૯૮.૪૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી : ભારત ફોર્જ, ટીઆઈ ઈન્ડિયા, બાલક્રિષ્ન, ટીવીએસ, મહિન્દ્રા, ટાટા મોટર્સ ઉછળ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે તેજી કરી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૫.૬૦ વધીને રૂ.૨૬૪૮, ભારત ફોર્જ રૂ.૨૮.૮૦ વધીને રૂ.૧૧૧૬.૭૦, બાલક્રિશ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૩.૬૫ વધીને રૂ.૨૫૮૨, ટીવીએસ મોટર રૂ.૬૭.૮૫ વધીને રૂ.૨૮૦૩.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૫.૫૦ વધીને રૂ.૨૯૨૭.૭૦, ટાટા મોટર્સ રૂ.૧૩.૫૦ વધીને રૂ.૬૬૮.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૪.૮૫ વધીને રૂ.૧૧,૮૫૦.૭૫, એમઆરએફ રૂ.૧૬૮૬.૮૫ વધીને રૂ.૧,૩૦,૩૫૦, બોશ રૂ.૩૨૮.૦૫ વધીને રૂ.૨૮,૩૨૭.૫૫, બજાજ ઓટો રૂ.૬૫.૭૫ વધીને રૂ.૮૧૦૧.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૧૧.૧૫ પોઈન્ટ ઉછળીને ૫૦૦૬૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૬૭૦ પોઈન્ટ ઉછળ્યો : કોપરાન, કેપલિન પોઈન્ટ, મોરપેન, ઓર્ચિડ ફાર્મા ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોએ આજે વ્યાપક તેજી કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૭૦.૮૯ પોઈન્ટ ઉછળીને ૪૨૫૫૫.૬૫ બંધ રહ્યો હતો. કોપરાન રૂ.૧૧.૨૦ ઉછળી રૂ.૨૧૦.૨૦, કેપલિન પોઈન્ટ રૂ.૧૦૩.૩૦ વધીને રૂ.૧૯૦૯.૩૦, ગુફિક બાયો રૂ.૧૯.૮૦ વધીને રૂ.૩૮૪.૬૦, મોરપેન લેબ રૂ.૩.૧૬ વધીને રૂ.૬૧.૯૮, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૭.૧૦ વધીને રૂ.૮૪૫, અમી ઓર્ગેનિક્સ રૂ.૪૫.૨૦ વધીને રૂ.૧૧૧૩.૧૦, લુપીન રૂ.૮૩.૪૦ વધીને રૂ.૨૧૦૧.૭૫, અજન્તા ફાર્મા રૂ.૧૦૪.૭૦ વધીને રૂ.૨૭૮૧.૯૦, ગ્લેનમાર્ક રૂ.૪૯.૮૦ વધીને રૂ.૧૪૦૮.૭૦, ફોર્ટિસ રૂ.૨૦.૭૫ વધીને રૂ.૬૭૪.૯૫, સન ફાર્મા રૂ.૫૪.૯૫ વધીને રૂ.૧૮૪૧.૮૦, ટોરન્ટ ફાર્મા રૂ.૯૫.૮૫ વધીને રૂ.૩૩૩૧.૮૦ રહ્યા હતા.
જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૭ વધી રૂ.૧૦૫૪ : ટાટા સ્ટીલ, નાલ્કો, સેઈલ, જિન્દાલ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ મામલે સુલેહના સંકેત વચ્ચે આજે ફંડો લેવાલ રહ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૬.૭૫ વધીને રૂ.૧૦૫૪.૫૦, ટાટા સ્ટીલ રૂ.૩.૩૫ વધીને રૂ.૧૪૨.૦૫, નાલ્કો રૂ.૩.૫૦ વધીને રૂ.૧૫૯.૮૫, સેઈલ રૂ.૨.૨૫ વધીને રૂ.૧૧૬.૮૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૯૦૭.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૨૦ વધીને રૂ.૪૫૨.૫૦, હિન્દાલ્કો રૂ.૭.૨૦ વધીને રૂ.૬૨૮.૮૦, કોલ ઈન્ડિયા રૂ.૪.૪૦ વધીને રૂ.૩૯૭.૧૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૦૯૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ મોટા ઉછાળા સામે યુદ્વના ટેન્શન વચ્ચે સ્મોલ, મિડ કેપ, રોકડના અનેક શેરોમાં સાવચેતીમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૧ અને વધનારની સંખ્યા ૧૯૧૪ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૨૬.૧૦ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ મોટા ઉછાળાના પરિણામે અને એ ગુ્રપના પસંદગીના હેવીવેઈટ શેરોમાં આકર્ષ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૪.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૨૬.૧૦ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૨૪૭૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૮૧૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે સોમવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૪૭૪.૧૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૧,૬૮૦.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૨૦૬.૩૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૮૧૭.૬૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૪૩૬.૩૨કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૧૮.૬૮ કરોડની વેચવાલી કરી હતી.