gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digital Address System Launch : ભારત જેમ વિવિધતાઓથી ભરેલો દેશ છે, એમ જ ગીચતા અને ગૂંચવણોથી પણ ભરેલો છે. સામાજિક કે સાંસ્કૃતિક નહીં, વાત છે ભૌગોલિક ગીચતાની. અંતરિયાળ ગ્રામ્ય પ્રદેશો તેમજ જંગલ અને પહાડી વિસ્તારમાં રહેલા લોકો સુધી પહોંચવું ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે, કેમ કે તેમના સરનામાં જ અધૂરા હોય છે. એ જ રીતે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં પણ ઘણાં ઠેકાણા શોધવું અઘરું બની જતું હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે ભારત સરકાર Digipin લોન્ચ કરવા જઈ રહી છે. આ એક એવી યોજના છે જે દેશમાં કોઈ પણ વ્યક્તિનું સરનામું સરળતાથી છતું કરી દેશે. 

શું છે Digipin ?

Digipin (ડિજિપિન) એટલે ‘ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર’. સાદી ભાષામાં કહીએ તો Digipin એટલે શબ્દોમાં નહીં આંકડા અને અક્ષરોમાં લખેલું સરનામું. પોસ્ટલ કોડથી વિપરીત નકશા કો-ઓર્ડિનેટ્સનો ઉપયોગ કરીને જે-તે સ્થળના ધરતી પરના ચોક્કસ સ્થાનને આધારે Digipin બનાવાશે. તે 10 આંકડાનો આલ્ફા ન્યુમેરિક કોડ હશે જે ઘર, દુકાન કે મકાનના ચોક્કસ લોકેશન તરફ નિર્દેશ કરશે. ઉદાહરણ તરીકે 7JVW52GR+2R એ આગ્રાના તાજમહાલનો Digipin છે. ગૂગલ મેપ પર આ કોડ નાંખતાં જ તાજ મહાલનું લોકેશન જડી જશે. એ જ પ્રકારે મારા, તમારા, આપણા સૌના સરનામાંને ચોક્કસ પ્રકારના Digipin અપાશે. 

Digipinની જરૂર કેમ પડી?

ભારતમાં સરનામું શોધવાની જફા જેવીતેવી નથી. ગામડાં, જંગલ અને ડુંગરાળ પ્રદેશોમાં વસતા લોકોના ચોક્કસ સરનામે પહોંચવામાં પડે છે, એવી જ તકલીફ મહાનગરોમાં ફાલેલી-ફૂલેલી ગીચ ઝૂંપડપટ્ટીમાં અમુક-તમુક વ્યક્તિનું ઠેકાણું શોધવામાં પણ નડે છે. સરનામાં અધૂરા હોય કે સ્પષ્ટ દિશાનિર્દેશ આપે એ રીતે લખેલા ન હોય તો સમયસર યોગ્ય સરનામાંનો ‘થપ્પો’ ન થતાં સરકારી અને ખાનગી કંપનીઓ જે-તે સ્થળે પાર્સલ/કુરિયર/માલસામાન પહોંચાડી શકતી નથી. એવી ચીજો ફરી જ્યાંથી આવેલી હોય ત્યાં પરત કરવી પડે છે. આ બધાંમાં પૈસાનો વ્યય થાય છે. એક અંદાજ મુજબ આમ થતાં દેશને વાર્ષિક લગભગ રૂ. 1000થી 1400 કરોડનું નુકસાન થાય છે. આમ થતું અટકે એ માટે સચોટ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ વિકસાવનાની જરૂરત સર્જાઈ છે. 

આ પણ વાંચો : PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

Digipin થી કોને-કોને ફાયદો થશે? 

– Digipin ને કારણે ઓનલાઈન શોપિંગ કરનારા લોકોને તેમણે ખરીદેલો માલસામાન સમયસર મળી જશે. 

– એ જ રીતે ફૂડ ડિલિવરી, કુરિયર સેવા આપનારા અને ટપાલ ખાતાનું કામ પણ Digipin ને લીધે સરળ બનશે. 

– સરકારી કામકાજ માટે સરનામાંની ખરાઈ કરવાની થશે ત્યારે Digipin ને લીધે એ કામ ઝડપી બનશે. 

– કટોકટીની સ્થિતિમાં ક્યાંય પણ મેડિકલ સહાય પહોંચાડવાની થશે ત્યારે Digipin કામ સરળ બનાવશે. 

– યુદ્ધ જેવી સ્થિતિમાં પણ Digipin ને પ્રતાપે જે-તે સ્થળનો પતો આસાનીથી લગાવી શકાશે.

– સરનામું શોધવા માટે કોઈ દેખીતું ‘લેન્ડમાર્ક’ જ નથી, એવા જંગલ-પહાડી વિસ્તારોમાં પણ Digipin થકી ચોક્કસ સ્થાને પહોંચી શકાશે. 

Digipin છેતરપિંડી અટકાવશે 

ખોટું સરનામું આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાનું કામ મુશ્કેલ બનશે, કેમ કે કોઈપણ વ્યક્તિ પોતાનો Digipin પોતાની મરજી મુજબ બદલી નહીં શકે. 

આ પણ વાંચો : રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે 

પ્રજાની પ્રાઇવસી જળવાશે

હાલ દેશમાં સરનામાંની વિગતોનું સંચાલન કરવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ કે નિયમો નથી. ઘણી કંપનીઓ લોકોના સરનામાંની માહિતી એકત્રિત કરીને પછી લોકોની મંજૂરી વિના જ તેને અન્ય કંપનીઓને વેચી દે છે. આ રોકવા માટે પણ સરકાર એવો નિયમ લાગુ કરવા માંગે છે કે સરનામાનો ડેટા ફક્ત ત્યારે જ શેર કરવામાં આવે જ્યારે કોઈ વ્યક્તિ સ્પષ્ટ મંજૂરી આપે. સરકારી અને ખાનગી પ્લેટફોર્મ પર લોકોના સરનામાંની વિગતો સુરક્ષિત રહે એ મુદ્દો પણ Digipin યોજનામાં આવરી લેવાશે. 

Digipin કઈ રીતે વાપરવાનું હશે?

તમે કોઈ વસ્તુની ઓનલાઈન ખરીદી કરો ત્યારે કે પછી કોઈ વ્યક્તિને તમારા ઘરનું સરનામું આપો ત્યારે એને તમારો Digipin આપી શકશો. ત્યાર પછી તે પોતાના મોબાઈલમાં એ Digipin નાંખીને તમારું સરનામું શોધી શકશે. આમ કરવાથી સરનામું હાથેથી લખવામાં થતી ગરબડ ટાળી શકાશે.

Digipin પ્રોજેક્ટ પર કોણ કામ કરી રહ્યું છે? 

કેન્દ્ર સરકાર ભારતના ‘ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (DPI) માં ડિજિટલ સરનામાનો પણ સમાવેશ કરવા માંગે છે. આ કામ દેશના ટપાલ ખાતાને સોંપાયું છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ પ્રોજેક્ટ પર નજર રખાઈ રહી છે. યોજનાનો ડ્રાફ્ટ જાહેર પ્રતિસાદ માટે ટૂંક સમયમાં બહાર પડાશે. આ વર્ષના અંત સુધીમાં અંતિમ તબક્કામાં પહોંચવાની આશા છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી Digipin સિસ્ટમ આધાર કાર્ડ અને UPI જેટલી જ સહજતાથી ભારતીય નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ બની જશે.

આ પણ વાંચો : બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શરૂ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા | India’s economic growth …

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા | India's economic growth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ | pakistan …

પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ | pakistan …

2 months ago
મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન | Home Minist…

મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન | Home Minist…

3 months ago
યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

3 months ago
દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News