Kedarnath Dham: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. શ્રદ્ધાળુઓને છેતરપિંડીથી બચાવવા માટે પોલીસ તેમજ વહીવટીતંત્ર સતત જાગૃત કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. તાજેતરનો જ કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડીનો એક કેસ સામે આવ્યો છે. હેલિકોપ્ટર બુકિંગના નામે આંધ્રપ્રદેશના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે એક ટ્રાવેલ એજન્સી દ્વારા ચારધામ યાત્રાનું બુકિંગ કરાવ્યું હતું. યાત્રાના પેકેજમાં કેદારનાથ ધામની હેલિકોપ્ટર ટિકિટ પણ શામેલ હતી, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે તેને ટિકિટ માટે વધારાના પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.