અમદાવાદ : ભારતે વિદેશી મૂડી આકર્ષવા અને સાઉદી અરેબિયા સાથે નાણાકીય સંબંધો મજબૂત કરવા માટે સાઉદી અરેબિયાના સાર્વભૌમ સંપત્તિ ભંડોળને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ) નિયમોમાંથી મુક્તિ આપવા સંમતિ આપી છે.
જાણકારોએ કહ્યું હતું કે આ નિયમો હેઠળ, વિવિધ સાર્વભૌમ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા રોકાણોને એકસાથે જોડવામાં આવે છે અને આમ સંયુક્ત રોકાણ કોઈપણ એક કંપનીમાં ૧૦ ટકા સુધી મર્યાદિત છે. આને કારણે, જાહેર રોકાણ ભંડોળની વિવિધ પેટાકંપનીઓ ભારતમાં વધુ રોકાણ કરવાથી વંચિત રહી છે.
થોડા સમય પહેલાં બંને દેશો ઊર્જા, માળખાગત સુવિધાઓ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત ઘણા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા.