મુંબઈ : પાકિસ્તાનને યુદ્વ મોરચે ભોંયભેગું કરીને ભારતે વૈશ્વિક મોરચે પોતાની સ્થિતિ મજબૂત કરતાં અને ભારતની આ ક્ષમતા જોઈને આર્થિક મોરચે પણ આગામી દિવસોમાં મજબૂત વૃદ્વિનો અંદાજ મેળવી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ઓલ રાઉન્ડ ખરીદી થતાં અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં મોટી ખરીદી કરતાં નિફટી ૫૦ ઈન્ડેક્સ ફરી ૨૫૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે સેન્સેક્સે ૧૨૦૦ પોઈન્ટની છલાંગ લગાવી હતી. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ ડિલ થઈ ગયા બાદ ભારત પણ અમેરિકા સાથે ઝીરો ટેરિફ માટે સંમત થયાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે વિશ્વ ફરી ઝડપી આર્થિક વિકાસની પટરી પર આવી જવાના અંદાજોની પોઝિટીવ અસર જોવાઈ હતી. વૈશ્વિક બજારોમાં આજે તેજીને બ્રેક લાગ્યા સામે ભારતીય શેર બજારોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, રિલાયન્સ શેરોમાં મોટી ખરીદી થતાં સેન્સેક્સ ૧૨૦૦.૧૮ પોઈન્ટનો હનુમાન કૂદકો લગાવીને ૮૨૫૩૦.૭૪ અને નિફટી ૫૦ સ્પોટ ૩૯૫.૨૦ પોઈન્ટની છલાંગે ૨૫૦૬૨.૧૦ બંધ રહ્યા હતા.
ઓટો શેરોમાં તેજી : હીરો મોટો, ટાટા મોટર્સ, બજાજ ઓટો ઉછળ્યા : ઓટો ઈન્ડેક્સ ૯૭૨ પોઈન્ટ ઉછળ્યો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડો, મહારથીઓએ આજે ધૂમ ખરીદી કરતાં આક્રમક તેજી જોવાઈ હતી. હીરો મોટોકોર્પ રૂ.૨૫૪.૯૫ ઉછળીને રૂ.૪૩૨૧.૮૫, ટાટા મોટર્સ રૂ.૨૯.૦૫ ઉછળીને રૂ.૭૨૮.૦૫, બજાજ ઓટો રૂ.૨૨૬.૪૦ ઉછળીને રૂ.૮૩૨૮.૩૦, ટીવીએસ મોટર રૂ.૬૧.૪૦ વધીને રૂ.૨૭૮૯.૫૦, મારૂતી સુઝુકી રૂ.૨૭૫.૩૦ વધીને રૂ.૧૨,૯૪૭.૩૦, અશોક લેલેન્ડ રૂ.૪.૭૫ વધીને રૂ.૨૩૯.૨૦, મધરસન સુમી રૂ.૨.૫૦ વધીને રૂ.૧૪૩.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૨.૨૦ વધીને રૂ.૩૧૪૩.૮૫, બોશ રૂ.૨૩૬.૬૫ વધીને રૂ.૩૧,૬૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૭૨.૫૯ પોઈન્ટ ઉછળીને ૫૩૩૨૨.૮૫ બંધ રહ્યો હતો.
જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૫ ઉછળ્યો : નાલ્કો, જિન્દાલ સ્ટીલ, એપીએલ અપોલોમાં ફંડોની સતત તેજી
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ સતત મોટી ખરીદી કરતાં રહેતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૮૯.૫૩ પોઈન્ટ વધીને ૩૧૦૫૯.૨૪ બંધ રહ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૫ વધીને રૂ.૧૦૩૪.૨૫, નાલ્કો રૂ.૫.૪૫ વધીને રૂ.૧૭૮.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૪.૭૫ વધીને રૂ.૯૬૬, એપીએલ અપોલો રૂ.૩૧.૪૫ વધીને રૂ.૧૭૭૬, હિન્દાલ્કો રૂ.૯.૩૫ વધીને રૂ.૬૬૦, ટાટા સ્ટીલ રૂ.૨.૦૫ વધીને રૂ.૧૫૭.૩૫ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ફંડોનું વધતું આકર્ષણ : યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકમાં તેજી
બેંકિંગ-ફઈનાન્સ શેરોમાં ફંડો, ખેલાડીઓનું આકર્ષણ વધતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૯૧.૯૦ પોઈન્ટની છલાંગે ૬૩૦૬૩.૫૦ બંધ રહ્યો હતો. યશ બેંક ૫૫ પૈસા ઉછળી રૂ.૨૧.૫૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૬.૭૫ વધીને રૂ.૧૪૫૧.૭૦, એચડીએફસી બેંક રૂ.૨૨.૯૫ વધીને રૂ.૧૯૩૩.૭૫, એક્સિસ બેંક રૂ.૧૨ વધીને રૂ.૧૨૦૭.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૩૫ વધીને રૂ.૮૦૭.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૮૫ વધીને રૂ.૨૧૦૬.૨૫ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં શેર ઈન્ડિયા રૂ.૯.૨૫ વધીને રૂ.૧૭૧.૮૦, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૨૬.૪૫ વધીને રૂ.૪૬૬૭.૯૦, બજાજ હોલ્ડિંગ રૂ.૫૭૬.૬૦ વધીને રૂ.૧૨,૬૦૪.૭૦, રાણે હોલ્ડિંગ રૂ.૬૬.૨૫ વધીને રૂ.૧૪૫૫.૫૦, સાઉથ ઈન્ડિયન બેંક સારા ત્રિમાસિક પરિણામે રૂ.૧.૦૨ વધીને રૂ.૨૭.૭૭, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૨.૬૦ વધીને રૂ.૬૭૪.૫૫ રહ્યા હતા.
હોનટ રૂ.૧૭૩૧ ઉછળ્યો : ગ્રાઈન્ડવેલ, કલ્પતરૂ પાવર, કમિન્સમાં તેજી : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૬૪ ઉછળ્યો
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોની વધુ આક્રમક ખરીદી થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૬૪ પોઈન્ટ ઉછળીને ૬૭૮૦૨.૨૩ બંધ રહ્યો હતો. હોનટ રૂ.૧૭૩૧.૩૦ ઉછળી રૂ.૩૭,૭૬૫, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૭૬.૭૫ વધીને રૂ.૧૭૬૦, કલ્પતરૂ પાવર રૂ.૪૧.૫૦ વધીને રૂ.૧૦૬૨, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૪.૭૦ વધીને રૂ.૨૯૪૯, ભેલ રૂ.૫.૯૫ વધીને રૂ.૨૪૫.૭૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૧.૫૦ વધીને રૂ.૧૮૦૬.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦.૯૫ વધીને રૂ.૪૮૧.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૮૦.૩૦ વધીને રૂ.૫૭૧૫.૮૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સતત તેજી : સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ડિક્સન ટેકનોલોજી, ટાઈટન, વોલ્ટાસ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની સતત ખરીદી જળવાઈ રહેતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૮૨.૩૩ પોઈન્ટ વધીને ૫૯૨૦૫.૩૩ બંધ રહ્યો હતો. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૬.૧૫ વધીને રૂ.૩૬૪૯.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૧૫.૦૫ વધીને રૂ.૧૬,૪૩૮.૦૫, ટાઈટન કંપની રૂ.૫૧.૨૦ વધીને રૂ.૩૬૪૦.૬૦, વોલ્ટાસ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૨૬૧.૮૫, બ્લુ સ્ટાર રૂ.૧૩.૨૫ વધીને રૂ.૧૫૭૨.૩૦ રહ્યા હતા.
મુકેશ અંબાણીની ટ્રમ્પ સાથે મુલાકાત વચ્ચે રિલાયન્સ વધી રૂ.૧૪૫૪ : ક્રુડ તૂટતા ઓઈલ શેરો ઉંચકાયા
મુકેશ અંબાણીની કત્તાર ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત અને વર્ષ ૨૦૨૩થી અત્યાર સુધીમાં ૨.૯૮ અબજ ડોલરની લોન લીધી હોવાના અહેવાલ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૧૪૫૩.૮૦ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ તૂટી આવી બ્રેન્ટ ક્રુડના બે ડોલર ઘટી ૬૪.૧૦ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૨.૦૨ ડોલર તૂટીને ૬૧.૧૩ ડોલર થઈ જતાં ઓઈલ-ગેસ શેરોમાં એચપીસીએલ રૂ.૬ વધીને રૂ.૪૦૨.૫૦, બીપીસીએલ રૂ.૪.૩૫ વધીને રૂ.૩૧૬.૯૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૪૫ વધીને રૂ.૧૪૪.૯૫, અદાણી ટોટલ ગેસ રૂ.૪.૪૦ વધીને રૂ.૬૬૦.૧૫ રહ્યા હતા.
બ્લુજેટ રૂ.૬૭ વધીને રૂ.૮૩૭ : અકુમ્સ રૂ.૪૨ વધીને રૂ.૫૬૦ : સનોફી, એનજીએલ ફાઈન, અલકેમમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી.સનોફી રૂ.૨૬૫.૬૫ વધીને રૂ.૬૩૦૮, અલકેમ રૂ.૧૬૩.૨૦ વધીને રૂ.૫૨૯૦.૩૫, વિમતા લેબ રૂ.૩૦.૪૫ વધીને રૂ.૧૦૭૦, યુનિમેક લેબ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૫૮૬.૧૦, શિલ્પા મેડી રૂ.૨૦.૮૫ વધીને રૂ.૭૧૫, અપોલો હોસ્પિટલ રૂ.૧૫૪.૩૦ વધીને રૂ.૭૦૭૧.૩૦, શેલબી રૂ.૪.૬૫ વધીને રૂ.૧૯૪.૯૫ , ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૪.૭૫ વધીને રૂ.૪૨૪.૩૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૧૫ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૧૫ અને ઘટનારની સંખ્યા ૧૩૫૦ રહી હતી.
FPIs/FII કેશમાં રૂ.૫૩૯૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૬૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે ગુરૂવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૫૩૯૨.૯૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૬૬૮.૪૭કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૫.૩૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૦.૧૯ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે ફરી તોફાની તેજી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૫.૩૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૦.૧૯ લાખ કરોડ રહ્યું હતું.