Allahabad High Court Rape Case Controversial Comment : અલ્હાબાદ હાઈકોર્ટે દુષ્કર્મના કેસની સુનાવણી હાથ ધરતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેના કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન પણ આપી દીધા છે અને સાથે જ કહ્યું કે, ‘દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા પોતે જ મુસીબતને આમંત્રણ આપી ઘટનાની જવાબદાર છે.’
આરોપીએ કહ્યું ‘આ કૃત્ય પરસ્પર સંમતીથી થયું’
દિલ્હીમાં પીજીની વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મ આચરવાના ગુનામાં 2024માં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ કહ્યું કે, ‘આ કૃત્ય પરસ્પર સંમતીથી થયું હતું.