Supreme Court On Rohingya Refugees : દેશમાંથી રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરીથી ન નીકાળવાની અરજી મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરીને મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે અરજદારોને કહ્યું છે કે, જ્યારે દેશ આટલા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે તમે આવા કાલ્પનિક વિચારો લઈને આવો છો. આ સાથે કોર્ટે શરણાર્થીઓનો બળજબરીથી દેશનિકાલ અટકાવવા પર વચગાળાનો સ્ટે લગાવવાનો ઇન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે અરજદારની ઝાટકણી કાઢી
આ કેસની સુનાવણી કરનાર ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદારને કહ્યું કે, તમે દરરોજ એક નવી વાત લઈને આવો છો.