અમદાવાદ : બીએસઈ ૫૦૦ જૂથની કંપનીઓમાં લોન માટે ગીરવે મૂકેલા પ્રમોટર શેરનું પ્રમાણ માર્ચ ક્વાર્ટરમાં ૦.૮૬% વધ્યુ છે. પ્રમોટર દ્વારા ગીરવે મૂકેલા શેરનું ચોખ્ખું મૂલ્ય રૂ. ૧.૫૭ લાખ કરોડ અથવા BSE ૫૦૦ માર્કેટ કેપિટલાઇઝેશનના ૦.૪૩% જેટલું રહ્યું છે. કોટક ઇન્સ્ટિટયૂશનલ રિસર્ચના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ૬૯ કંપનીઓના પ્રમોટરોએ નવા શેર ગીરવે મૂક્યા હતા.
જે કંપનીઓમાં પ્રમોટરોએ પ્લેજ વધાર્યો છે તેમાં અશોક લેલેન્ડ, ઇઝી ટ્રિપ, કલ્યાણ જ્વેલર્સ, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પીવીઆર આઇનોક્સનો સમાવેશ થાય છે. જે કંપનીઓમાં પ્રમોટરોએ પ્લેજ ઓછો કર્યો છે તેમાં એસ્ટર ડીએમ હેલ્થકેર, જીએમઆર એરપોર્ટ્સ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, લોયડ્સ મેટલ્સ અને સ્વાન એનર્જીનો સમાવેશ થાય છે.
ઇઝી ટ્રિપ અને મેક્સ ફાઇનાન્શિયલ એવી કંપનીઓ છે જ્યાં પ્રમોટરોએ નવા શેર ગીરવે મૂક્યા હતા. ઉચ્ચ પ્રમોટર પ્લેજને ઘણીવાર તકલીફના સંકેત તરીકે જોવામાં આવે છે, જે ઇક્વિટી બજારોમાં નકારાત્મક ધારણા તરફ દોરી શકે છે અને તેમના શેરમાં અસ્થિરતામાં વધારો કરી શકે છે.
અત્યંત ઉચ્ચ પ્લેજ ધરાવતી કંપનીઓમાં વેદાંતનો સમાવેશ થાય છે, જ્યાં દેવાની મુશ્કેલીઓને દૂર કરવા માટે ડિમર્જરમાં જતા હોવા છતાં ૧૦૦% પ્રમોટર શેર ગીરવે મૂકવામાં આવ્યા છે. સેગિલિટી, ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટયૂટ જેવી કેટલીક અન્ય કંપનીઓમાં પણ સંપૂર્ણ પ્રમોટર શેર પ્લેજ મૂકાયા છે. જો શેરના ભાવ ઘટે છે, તો ધિરાણકર્તાઓ તેમના ભંડોળને પુન:પ્રાપ્ત કરવા માટે ખુલ્લા બજારમાં પ્લેજ કરેલા શેર વેચી શકે છે. આનાથી પ્રમોટરનું નિયંત્રણ ગુમાવવાનું અને શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થવાનું જોખમ રહેલું છે.
જે કંપનીઓમાં પ્રમોટરોએ ગીરવે મૂકેલા શેર ઊંચા છે અને શેરના ભાવ ઘટયા છે તેમને માજન કોલ્સ અને ફોર્સ્ડ સેલ જોખમનો સૌથી વધુ સામનો કરવો પડે છે.
જ્યારે ગીરવે મૂકેલા શેરધારકોને નકારાત્મક માનવામાં આવે છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં તે લઘુમતી શેરધારકોના હિતમાં હોઈ શકે છે. કેટલાક પ્રમોટરો વ્યક્તિગત હિત કરતાં વ્યવસાય વિસ્તરણ માટે નાણાં એકઠા કરવા આ માર્ગ અપનાવે છે.
ગીરવે મુકાયેલા શેરનું મૂલ્ય અને હોલ્ડિંગ
કંપની |
મુલ્ય |
હોલ્ડિંગ |
– |
(રૃ.કરોડમાં) |
(ટકામાં) |
મેડપલ્સ |
૨૧૮૦ |
૫૯.૩ |
ઈન્ડુસઈન્ડ |
૩૮૮૦ |
૫૦.૯ |
અશોક |
૧૨૬૧૦ |
૪૧.૨ |
એસ્ટર DM |
૪૧૧૦ |
૪૦.૭ |
ચેલેટ |
૩૮૫૦ |
૩૧.૯ |
મેક્સ |
૨૦૦ |
૨૮.૭ |
સ્ટર્લીંગ |
૭૪૦ |
૨૭.૬ |
કલ્યાણ |
૭૫૪૦ |
૨૪.૯ |
કલ્પતરૃ |
૧૩૭૦ |
૨૪.૬ |
અનુપમ |
૧૦૦ |
૧૯.૫ |