IMD Monsoon Alert : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી દીધા બાદ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદ ભારે વરસાદ સાથે કરાં પડવાની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની સાથે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એલર્ટમાં કહેવાયું છે કે, કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાક 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે.
ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની
આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ જોવા મળી રહી છે.