YouTuber Arrested For Spying For Pakistan: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની પ્રખ્યાત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓને વધુ એક સફળતા મળી છે. આ મામલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી અન્ય એક યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરવામાં આવી છે.
પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
જ્યોતિ મલ્હોત્રા તેના વ્લોગ્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે પ્રખ્યાત હતી, તેના પર ભારતીય સેના અને વ્યૂહાત્મક સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. મહિનાઓની દેખરેખ અને પુરાવાના આધારે, તેની સાથે અન્ય છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.