Beating Retreat Ceremony : ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરહદ પર તણાવ ઘટી ગયો છે, જેને ધ્યાને રાખી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા અટારી-વાઘા સરહદ પર ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ ફરી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાન સાથે વિવાદના કારણે સેરેમનીમાં અનેક ફેરફાર
બીએસફ દ્વારા ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ ફરી યોજવાની જાહેરાત કરાઈ છે, જોકે પાકિસ્તાન સાથે વિવાદ ચાલતો હોવાના કારણે તેમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ સેરેમની બાદ ઔપચારિક રીતે બોર્ડર પરના ગેટ ખોલવામાં આવતા હતા અને બંને દેશોના સેનાના જવાનો એકબીજાને હાથ મિલાવતા હતા. જોકે પાકિસ્તાન સાથે વિવાદના કારણે આ તમામ પ્રક્રિયા બંધ રહેશે અને પાકિસ્તાનને સંપૂર્ણ નજરઅંદાજ કરાશે.