Top Maoist Commander Basavaraju History : નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળોએ આજે મોટું ઓપરેશન પાર પાડી નક્સલરાજનું મોટું માથું ‘બસવરાજૂ’ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરામાં 70 કલાક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં નક્સલીઓનો મોટો ભેજાબાજ ‘નંબાલા કેશવ રાવ’ નામની જાણીતા ‘બસવરાજૂ’ ઠાર થયો છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અનેક ઓપરેશનો પાર પાડ્યા હતા, જોકે આ એક સૌથી મહત્ત્વનું એન્કાઉન્ટર હોવાનું કહેવાય છે. એમ.ટેક. ડિગ્રી ધરાવતો બસવરાજૂ નક્સલીઓનો સૌથી મહત્ત્વનો કમાન્ડર અને સૌથી મોટો માસ્ટર માઈન્ડ છે, તેના મોતથી નક્સલરાજના જળમૂળ પર મોટો પ્રહાર થયો છે.