Tej Pratap Yadav:રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે શનિવારે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે. તેજ પ્રતાપે જણાવ્યું કે તે છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે રિલેશનશિપમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેજ પ્રતાપ યાદવે પહેલા ફેસબુક પર આ સંબંધ વિશે પોસ્ટ કરી હતી અને પછી તેને ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે બાદ ફરી થોડા સમય પછી તે જ ફોટો અને કેપ્શન સાથે ફરીથી પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા
અમે બંને છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે પોતાના રિલેશનશિપ અંગે જાહેરાત કરી છે. તેમણે ફેસબૂક પર પોતાની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી લખ્યું કે, ‘હું તેજ પ્રતાપ યાદવ અને મારી સાથે આ તસવીરમાં જે દેખાય છે તેમનું નામ અનુષ્કા યાદવ છે. અમે બંને છેલ્લા 12 વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને રિલેશનશિપમાં છીએ. હું ઘણાં સમયથી તમારી સાથે આ વાત શેર કરવા માંગતો હતો પણ સમજાતું નહોતું કે કંઇ રીતે કહું. આ કારણે આજે હું આ પોસ્ટ દ્વારા મારા હૃદયની વાત તમારી સામે રાખી રહ્યો છું. આશા કરું છું કે તમે લોકો મારી વાતને સમજશો.’ જો કે, તેમણે હવે આ પોસ્ટ ડિલિટ કરી દીધી છે. નોંધનીય છે કે, વર્ષ 2018માં તેજ પ્રતાપ યાદવના લગ્ન થયા હતા, પરંતુ લગ્નના થોડાક જ મહિનામાં તેજ પ્રતાપ અને તેમના પત્ની ઐશ્વર્યા એકબીજાથી અલગ થઇ ગયા હતા. હાલ આ બંનેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે.
તેજ પ્રતાપ યાદવે ફેસબુક પર શેક કરી છે આ પોસ્ટ
તેજ પ્રતાપની આ પોસ્ટ સામે આવતાની સાથે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો મારો ચાલી રહ્યો છે. ઘણા લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો જાણવા માટે ઉત્સુક છે કે શું આ સંબંધ હવે લગ્ન તરફ આગળ વધશે કે કેમ… નોંધનીય છે કે તેજ પ્રતાપ યાદવનું નામ અગાઉ પણ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં રહ્યું છે.
આ પણ વાંચો: ‘પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો’, પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન
તેજ પ્રતાપ યાદવ હાલમાં માલદીવના પ્રવાસે
તેજ પ્રતાપ યાદવ હાલમાં વિદેશ પ્રવાસ પર છે અને માલદીવમાં સમય વિતાવી રહ્યા છે. તેમણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીચ પર ધ્યાન કરતો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.