મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔશના ૩૩૫૭થીૂ ૩૩૫૮ વાળા નીચામાં ૩૩૩૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૯૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૩૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૭૦૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ૩૩.૩૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે યુરોપ માટે ટેરીફનો અમલ પાછો ઠેલતાં તથા તેની પાછળ વૈશ્વિક ડોલર ઈનિડેક્સમાં બેતરફી વધઘટ દેખાતાં તેના પગલે વૈશ્વિક સોનામાં પણ બેતરફી ચાલ જોવા મળી હતી.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૫૬૫૦ વાળા રૂ.૯૫૦૦૦ થઈ રૂ.૯૫૪૨૯ રહ્યા હતા. ૯૯૯ના ભાવ રૂ.૯૬૦૫૦ વાળા રૂ.૯૫૩૮૨ થઈ રૂ.૯૫૮૧૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૭૫૦ વાળા રૂ.૯૭૩૯૭ રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૧૦૩થી ૧૧૦૪ થઈ ૧૦૯૨થી ૧૦૯૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં રૂ.૧૦૦૬ થઈ ૯૯૧થી ૯૯૨ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં બેતરફી ચાલ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૫.૪૦ તથા નીચામાં ૬૪.૫૭ થઈ ૬૪.૭૭ ડોલર રહ્યા હતા.
જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૨.૧૪ તથા નીચામાં ૬૧.૩૦ થઈ ૬૧.૪૯ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, ચોમાસાની પ્રગતિ સારી થશે તો દેશના ઝવેરી બજારોમાં આગળ ઉપર ખેડૂતોની તથા ગ્રામીણ વિસ્તારોની માગ વધશે.