Sidhu Moosewala’s Father Announcement: સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના દીકરાની ત્રીજી વરસી પહેલા 2027માં થનારી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પંજાબના માનસામાં કોંગ્રેસની સંવિધાન બચાવો રેલી દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીતમાં આ જાહેરાત કરી. બલકૌર સિંહે કહ્યું કે, ‘હું મારા દીકરા માટે ન્યાયની માગને લઈને ચૂંટણી લડીશ. માનસા બેઠકથી ચૂંટણી લડીશ. રેલીમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરેન્દ્ર સિંહ રાજા વડિગ પણ હાજર હતા.’
તેમણે પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને મુખ્યપ્રધાન ભગવંત માન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે, રાજ્યમાં દિવસેને દિવસે હત્યાઓ થઈ રહી છે. મુખ્યપ્રધાને ગોલ્ડી બરારની ધરપકડનો દાવો કર્યો હતો, પરંતુ હજુ સુધી તેની ધરપકડ થઈ નથી. તેમની દરેક વાત ફ્રોડ નીકળી. સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના કેટલાક અન્ય આરોપી પણ હજુ સુધી ઝડપાયા નથી. દીકરાને ન્યાય અપાવીશ.
જણાવી દઈએ કે, સિદ્ધૂ મૂસેવાલા કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા હતા. તેમના પિતાએ હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું કે તેઓ ચૂંટણી અપક્ષમાંથી લડશે કે કોઈ પાર્ટી તરફથી લડશે.