અમદાવાદ : કેન્દ્રીય નાણાં મંત્રાલય આગામી થોડા મહિનામાં ચાર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE)નો દરજ્જો મિની રત્નથી નવરત્ન કરવાનો વિચાર કરી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ કંપનીઓમાં કોચીન શિપયાર્ડ, ગોવા શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને MOILનો સમાવેશ થાય છે.
નવરત્ન યોજના વર્ષ ૧૯૯૭ માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના વધુ નફો ધરાવતા સરકારી સાહસોને ઓળખવા અને તેમને વૈશ્વિક દિગ્ગજ બનાવવા માટે છે. આ યોજના હેઠળ, નવરત્ન સરકારી સાહસોના બોર્ડને મૂડી ખર્ચ, સંયુક્ત સાહસો/પેટાકંપનીઓમાં રોકાણ, મર્જર અને એક્વિઝિશન અને માનવ સંસાધન જેવા ક્ષેત્રોમાં સ્વાયત્તતા સાથે વધુ સત્તાઓ આપવામાં આવી છે.