મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. ચાંદીમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ બતાવતા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૦૮થી ૩૩૦૯ વાળા નીચામાં ૩૨૪૫ થયા પછી ભાવ ફરી વધી ઉંચામાં ૩૩૧૮ થઈ ૩૩૧૨થી ૩૩૧૩ ડેોલર રહ્યાના સમાચાર હતા.
વૈશ્વિક ડોલ ર ઈન્ડેક્સ વધી ૧૦૦ની સપાટી પાર કરી ગયા પછી ફરી ઘટયાના સમાચાર હતા અને આના પગલે વિશ્વ બજારમાં સોનાના ભાવા નીચા ઉતર્યા પછી ઝડપી વધી આવ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસલટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૫૩૧૭ વાળા નીચામાં રૂ.૯૪૪૫૦ થયા પછી ભાવ ફરી રૂ.૯૫૧૪૩ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૭૦૦ વાળા નીચામાં રૂ.૯૪૮૩૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૫૫૨૫ રહ્યા હતા.
મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૯૭૪૪૬ વાળા રૂ,૯૮૧૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૩થી ૩૩.૧૪ વાળા નીચામાંભાવ ૩૨.૬૯ થયા પછી ઉંચામાં ભાવ ૩૩.૫૦ થઈ ૩૩.૨૭થી ૩૩.૨૮ ડોલર રહ્યાના સંકેતો હતા. મુંબઈ ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૮૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૩૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાીવ રૂ.૯૭૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૯૫ થઈ ૧૦૮૮થી ૧૦૮૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૮૨ થઈ ૯૭૫થી ૯૭૬ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૮ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૦૬ વાળા ઘટી ૬૪.૫૬ થઈ ૬૪.૬૧ ડો લર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૧.૫૦ ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રેસીપ્રોકસ ટેરીફની વિરુદ્ધમાં અમેરિકાની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં વિશ્વના વિવિધ બજારોમાં આજે બેતરફી ઉછળકુદ જોવા મળી હતી.