Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નાહલ ગામમાં રવિવારે (25મી મે) એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવા પહોંચેલી નોઈડા પોલીસ ટીમ પર થયેલા હુમલામાં કોન્સ્ટેબલ સૌરભ કુમારનું મોત થયું હતું. ત્યારથી પોલીસ હુમલો કરનારા તત્ત્વો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ફાયરિંગની ઘટના માટે સાવચેતીના પગલા તરીકે 42 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી વચ્ચે નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પલાયન કરી ચૂક્યા છે.
ગામમાં 95 ટકા લોકો મુસ્લિમ છે
અહેવાલો અનુસાર, નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પોતાના ઘર છોડીને ગયા છે. પોલીસ જેને ઈચ્છે છે તેની ધરપકડ કરી રહ્યા છે. ઘણાં લોકો પોતાના સંબંધીઓના ઘરે ગયા છે. ગામના વડા તસવ્વર અલીએ કહ્યું કે, ‘નાહલમાં લગભગ 10,000 લોકો રહે છે. તેમાંથી 95 ટાક મુસ્લિમ છે અને બાકીના અનુસૂચિત જાતિના છે. મને ખબર નથી કે શું કરવું, મેં આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે, હું કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું.’
આ પણ વાંચો: જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ
પોલીસ પર આરોપ લગાવતા 65 વર્ષીય બાબુ ખાને કહ્યું કે, ‘જ્યારે હું સૂતો હતો, ત્યારે લગભગ 35 પોલીસકર્મીઓ મારા ઘરમાં ઘૂસી ગયા. બારીના કાચ તૂટેલા હતા અને લોખંડના દરવાજાને નુકસાન થયું હતું.’
બાબુ ખાનની પત્નીએ કહ્યું કે, ‘મને મારા ટેરેસ પર પગનો અવાજ સંભળાયો. પોલીસ ટેરેસ પરથી અમારા ઘરે આવી અને પછી તેઓ મારા બેડરૂમમાં પ્રવેશ્યા. મારા પતિ મારી બાજુમાં સૂતા હતા. તેઓએ તેમને જગાડ્યા હતા.’