Digital Address System Launch : ભારત જેમ વિવિધતાઓથી ભરેલો દેશ છે, એમ જ ગીચતા અને ગૂંચવણોથી પણ ભરેલો છે. સામાજિક કે સાંસ્કૃતિક નહીં, વાત છે ભૌગોલિક ગીચતાની. અંતરિયાળ ગ્રામ્ય પ્રદેશો તેમજ જંગલ અને પહાડી વિસ્તારમાં રહેલા લોકો સુધી પહોંચવું ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે, કેમ કે તેમના સરનામાં જ અધૂરા હોય છે. એ જ રીતે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં પણ ઘણાં ઠેકાણા શોધવું અઘરું બની જતું હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે ભારત સરકાર Digipin લોન્ચ કરવા જઈ રહી છે. આ એક એવી યોજના છે જે દેશમાં કોઈ પણ વ્યક્તિનું સરનામું સરળતાથી છતું કરી દેશે.