IndiGo to cut ties with Turkish Airlines: તૂર્કિયે દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવા અને ભારત વિરોધી વલણ અપનાવ્યા બાદ ઇન્ડિગોએ ટર્કિશ એરલાઈન્સની સાથે પોતાની ભાગીદારી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે માહિતી આપી કે ઈન્ડિગોના ડેમ્પ લીઝ કરાર 31 ઓગસ્ટ 2025 સુધીમાં સમાપ્ત કરી દેવાશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા ત્રણ મહિનાના અલ્ટીમેટમ હેઠળ લેવાયો છે, જેથી મુસાફરોની સેવામાં કોઈ મુશ્કેલી ન આવે.
હાલમાં, ઇન્ડિગો ટર્કિશ એરલાઇન્સ પાસેથી ડમ્પ લીઝ પર બે બોઇંગ 777-300ER વિમાન લઈને દિલ્હી અને મુંબઈથી ઇસ્તંબુલ સુધી સીધી ફ્લાઇટ્સ ચલાવી રહી છે. આ લીઝ મૂળ 31 મેના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ ઇન્ડિગોની વિનંતી પર DGCA એ તેને વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે.