નવી દિલ્હી, ૩૦ મે,૨૦૨૫,શુક્રવાર
માતાનો પ્રેમ પોતાના સંતાનો માટે અખૂટ હોય છે જે ઉંમરનો મોહતાજ હોતો નથી. એક સંતાન ગમે તેટલું મોટું થાય છતાં માતા માટે તે બાળક જ રહે છે. ૮૪ વર્ષની માતાએ કિડનીની બીમારીથી પીડાતી પોતાની ૫૦ વર્ષની પુત્રીને કિડની દાન આપીને ઇતિહાસ સર્જયો છે. આમ તો સગા સંબંધીઓ ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટની જરુરિયાતથી પીડાતા સ્વજનને બચાવવા અંગદાન કરતા હોય છે પરંતુ ૮૪ વર્ષની વયે તો એક માતા જ અંગદાન કરી શકે. આટલી મોટી ઉંમરે કોઇ વ્યકિતએ દેશમાં અંગદાન કર્યુ હોય તેવી પ્રથમ ઘટના છે.