gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in Business
0 0
0
Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Taxing the Glitz: Gold Gets Dearer as Import Duty Hits: ભારતીય સંસ્કૃતિમાં સોનું માત્ર એક ધાતુ નથી; તે સમૃદ્ધિ, સુરક્ષા અને બચતનું પ્રતીક છે. પ્રસંગ હોય કે રોકાણ, ભારતીયો હંમેશાં સોનાને પ્રાથમિકતા આપે છે. પરંતુ, 13 મે, 2026 થી અમલમાં આવેલા સરકારના નવા નિર્ણયે બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. કેન્દ્ર સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમ પરની આયાત એટલે કે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ કર્યાના ગણતરીના દિવસોમાં જ આ નિર્ણય લેવાયો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર બચાવવાનો અને વધતી જતી વેપાર ખાધને નિયંત્રિત કરવાનો છે.

આયાત ડ્યુટીનું નવું ગણિત

સરકારે આયાત શુલ્કના માળખામાં મોટો ફેરફાર કર્યો છે. હવે સોના અને ચાંદી પર માત્ર બેઝિક કસ્ટમ ડ્યુટી જ નહીં, પરંતુ કૃષિ સેસ (એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ-AIDC) પણ વધારાયો છે, જે નીચે મુજબ છે.

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત 2 - image

– પ્લેટિનમની વાત કરીએ તો, અગાઉ તેના પરની ડ્યુટી 6.4% હતી, નવા ફેરફાર બાદ તે વધીને 15.4% થઈ ગઈ છે.

– આ ઉપરાંત, જ્વેલરી બનાવવામાં વપરાતા નાના પાર્ટ્સ જેમ કે હુક્સ, પિન અને ક્લેપ્સ (ગોલ્ડ/સિલ્વર ફાઇન્ડિંગ્સ) પર પણ ડ્યુટી વધારાઈ છે, જેથી ફિનિશ્ડ જ્વેલરી મોંઘી થશે.

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત 3 - image

સોનાની આયાત સાથે કૃષિ સેસનો શું સંબંધ?

સોના પરના કૃષિ સેસને સમજવા માટે આર્થિક ગણિત સમજવું જરૂરી છે. ભારત સરકાર સોના જેવી મોંઘી અને લક્ઝરી ચીજવસ્તુઓની આયાત કરે છે, ત્યારે તેના પર કૃષિ સેસ લગાડે છે, જેનો મુખ્ય હેતુ દેશના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રનું માળખું મજબૂત કરવાનો છે. આ સેસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ સીધો ખેતીવાડીના વિકાસ, સિંચાઈ યોજનાઓ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ જેવી સુવિધા ઊભી કરવા માટે કરવામાં આવે છે. 

આમ, સરકાર એક રીતે શ્રીમંત અને મધ્યમ વર્ગ દ્વારા સોના પર ખર્ચવામાં આવતા નાણાંનો એક હિસ્સો કૃષિ અર્થતંત્રના હિતમાં વાળે છે. તાજેતરમાં આ સેસ 1%થી વધારીને 5% કરાયો છે, જેનો અર્થ એ છે કે સોનું ખરીદતી વખતે તમે જે વધારાનો ટેક્સ ચૂકવો છો, તે પરોક્ષ રીતે દેશના કૃષિ વિકાસમાં યોગદાન આપે છે અને સાથે સરકારને બિનજરૂરી આયાત પર અંકુશ મેળવવામાં પણ મદદ કરે છે.

₹1 લાખની ખરીદી પર ગ્રાહકોને કેટલો આર્થિક ફટકો?

હવે ગ્રાહક બજારમાં જશે ત્યારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલો 9% નો વધારો તેની ગણતરી ખોરવી નાખશે. જેમ કે, ₹1 લાખની કિંમતની ધાતુ (મેકિંગ ચાર્જ અને GST સિવાય) પર કેટલી અસર પડશે.

– સોનું અને ચાંદી: અગાઉ ₹1 લાખના સોના પર ₹6,000 ની ડ્યુટી લાગતી હતી, જે હવે વધીને ₹15,000 થઈ ગઈ છે. એટલે કે ગ્રાહકે સીધા ₹9,000 વધુ ચૂકવવા પડશે.

– પ્લેટિનમ: અગાઉ ₹1 લાખના પ્લેટિનમ પર ₹6,400 ટેક્સ હતો, જે હવે વધીને ₹15,400 થયો છે.

– 10 ગ્રામ સોનાનું ગણિત: 10 ગ્રામ સોના પર હવે ફક્ત ટેક્સનો બોજ જ અંદાજે ₹27,000 સુધી પહોંચી જશે, જે અગાઉ અડધો એટલે કે ₹13,500 ની આસપાસ હતો.

સરકારે આટલો કડક નિર્ણય કેમ લીધો?

આ નિર્ણય પાછળ નીચે મુજબના આર્થિક અને રાજકીય કારણો જવાબદાર છે.

– રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ: ભારતીય રૂપિયો ડૉલર સામે નબળો પડીને 95.75 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. સોનાની વધુ આયાત એટલે વધુ ડૉલર બહાર જવા, જે રૂપિયાને વધુ નબળો પાડે છે.

– વેપાર ખાધ પર નિયંત્રણ: ભારત તેની સોનાની જરૂરિયાતનો 90% થી વધુ હિસ્સો આયાત કરે છે. ગયા વર્ષે 710 ટન સોનાની આયાત થઈ હતી. આ આયાત ઘટાડીને વિદેશી મુદ્રા ભંડાર સુરક્ષિત રાખવાનો સરકારનો લક્ષ્યાંક છે.

– વૈશ્વિક અનિશ્ચિતતા: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે દેશની અર્થવ્યવસ્થા પર દબાણ છે.

જ્વેલરી ઉદ્યોગ અને બજાર પર થનારી અસર

ઑલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ (GJC) ના ચેરમેન રાજેશ રોકડેના મતે, આ નિર્ણય ઉદ્યોગ માટે અત્યંત પડકારજનક છે. જેમ કે… 

– માંગમાં ઘટાડો: મોંઘવારીને કારણે સોનાના વપરાશમાં 10-15% નો ઘટાડો થવાની ધારણા છે. લોકો હવે ભારે ઘરેણાંને બદલે હળવા અને રોજિંદા પહેરી શકાય તેવા ઘરેણાં પસંદ કરશે.

– દાણચોરીનો ખતરો: 15% જેટલી ઊંચી આયાત ડ્યુટીને કારણે ‘ગ્રે માર્કેટ’ સક્રિય થવાનો ભય છે. દાણચોરી વધવાથી દેશમાં સમાંતર અર્થતંત્ર ઊભું થઈ શકે છે.

– શેર બજારમાં ગાબડું: આ જાહેરાત બાદ ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડ જેવી મોટી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

તો હવે ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?

જો તમે લગ્ન કે અન્ય પ્રસંગ માટે ખરીદી કરવાના હો તો આ મુદ્દા ધ્યાનમાં રાખવા.

– જૂના સોનાનું મહત્ત્વ: હવે લોકો નવું સોનું ખરીદવાને બદલે ‘જૂનાના બદલે નવું સોનું’ (Exchange) લેવાનું વધુ પસંદ કરશે.

– હળવા ઘરેણાંનું ચલણ વધશે: જ્વેલર્સ હવે ઓછા વજનમાં આકર્ષક દેખાતી ડિઝાઇન્સ પર વધુ ધ્યાન આપશે.

– GST અને મેકિંગ ચાર્જ અલગ: યાદ રાખો, ઉપર જણાવેલો વધારો માત્ર ડ્યુટીમાં છે. તમે દુકાનેથી ખરીદી કરશો ત્યારે તમારે વર્તમાન બજાર કિંમત, 3% GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવાના રહેશે. એટલે કે ઘરેણાં તમને વધુ મોંઘા પડશે.

– નિષ્ણાતોના મતે, આ ઊંચા દરો આગામી 1 વર્ષ સુધી યથાવત્ રહી શકે છે. તેથી, રોકાણકારોએ હવે માત્ર ભૌતિક સોનાને બદલે ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post

બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ દાડમ ઓળખવા માટે સરળ ટ્રિક્સ અપનાવો | How to Identify Sweet and Red Pomegranates Expert Tips to Pick the Best Fruit Every Time

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac...

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

3 months ago
જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …

જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …

4 weeks ago
વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …

2 months ago
મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News