gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અકલ્પનીય રેકોર્ડ તેજી છતા ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનાની માંગ 23 ટકા વધી | Despite an incredible …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in Business
0 0
0
અકલ્પનીય રેકોર્ડ તેજી છતા ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનાની માંગ 23 ટકા વધી | Despite an incredible …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સોનાના ભાવમાં આગઝરતી તેજી છતા વૈશ્વિક સોનાની માંગે ત્રીજા ક્વાર્ટર એટલેકે જુલાઈ-સપ્ટેમ્બર, ત્રિમાસિકમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટર’ના ડેટા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ સોનાની માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ રહી હતી. આ આંકડો ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૨૩ ટકા વધુ છે. જોકે એકંદર વોલ્યુમમાં ઘટાડો થયો છે અને વોલ્યુમમાં માંગ ૧૬ ટકા ઘટી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર વિશ્વભરમાં સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન પર પહોંચી છે, જે વાર્ષિક ધોરણે ૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ ૪૪ ટકા વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. ક્વાર્ટર દરમિયાન મજબૂત રોકાણકારોની ખરીદીને કારણે સોનાના ભાવ ૧૩ વખત નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જ્યારે દાગીનાની માંગમાં ઘટાડો થયો છે.

ડબલ્યુજીસીના આંકડા અનુસાર સોનાની કુલ માંગમાં સૌથી વધુ ફાળો ગોલ્ડ ઈન્વેસ્ટરોએ આપ્યો છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સૌથી વધુ ૨૨૨ ટનની નોંધપાત્ર ખરીદી જોવા મળી છે અને ૨૦૨૦ના રેકોર્ડની નજીક છે. બાર અને કોઈનની માંગ સતત ચોથા ક્વાર્ટરમાં ૩૦૦ ટન (૩૧૬ ટન)થી ઉપર રહી છે. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે યુએસ વ્યાજદરમાં ઘટાડો અને ડોલરની નબળાઈએ રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા બુલિયન બજારમાં સોનાના દાગીનાની માંગ ૩૧ ટકા ઘટીને ૧૭૧.૬ ટનથી ઘટીને ૧૧૭.૭ ટન થઈ ગઈ છે. જોકે, ઘરેણાંની ખરીદીનું મૂલ્ય આશરે ૧,૧૪,૨૭૦ કરોડ પર સ્થિર રહ્યું છે.

ભારત અને ચીનમાં બાર-એન્ડ-કોઈનની માંગ અનુક્રમે ૨૦ ટકા અને ૧૯ ટકા વધી છે. ભારતીય રોકાણકારોએ ત્રિમાસિક ગાળામાં ૧૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.

રેકોર્ડ ભાવને કારણે સોનાના દાગીનાના વપરાશ પર બ્રેક લાગી છે. વૈશ્વિક દાગીનાની માંગમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ મૂલ્યમાં ૧૩ ટકાનો વધારો થયો છે. 

૨૦૨૫માં અત્યાર સુધીમાં કુલ ૬૩૪ ટન સોનાની ખરીદી કરવામાં આવી છે, જે મહામારી પહેલાના સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. એઆઇ સર્વર્સ અને ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે ટેકનોલોજી ક્ષેત્રમાં સોનાના વપરાશને ટેકો મળ્યો છે. જોકે અત્રે એકંદર માંગ ૨ ટકા ઘટીને ૮૨ ટન થઈ ગઈ છે. કુલ સોનાનો સપ્લાય આ કવાર્ટરમાં અત્યાર સુધીના સર્વાધિક ૧૩૧૩ ટન પર પહોંચ્યો છે.

સેન્ટ્રલ બેંકોએ ૨૨૦ ટન સોનું ખરીદ્યું 

સેન્ટ્રલ બેંકની સોનાની ખરીદી પણ મજબૂત રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૨૨૦ ટન સોનાની ખરીદી થઈ, જે પાછલા ક્વાર્ટર કરતા ૨૮ ટકા વધુ છે. કઝાકિસ્તાન, બ્રાઝિલ, તુર્કી અને ગ્વાટેમાલાએ સૌથી વધુ સોનાનો ભંડાર ઉમેર્યો છે. પોલેન્ડની સેન્ટ્રલ બેંક હવે તેના રિઝર્વમાં ૩૦ ટકા સોનો હિસ્સો રાખવાનું લક્ષ્ય ધરાવે છે. ચીન, ઇરાક અને ફિલિપાઇન્સ જેવા દેશોએ પણ તેમની હોલ્ડિંગમાં વધારો કર્યો છે.

રોકાણકારોએ આ વર્ષે સોનાને ‘સેફ હેવન’ તરીકે સ્વીકાર્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં કુલ રોકાણ માંગ ૫૩૭ ટન હતી, જે ગયા વર્ષ કરતા ૪૭ ટકા વધુ છે. ઈટીએફ ઈન્ફલોના કારણે ભાવમાં વધુ વધારો થયો છે, ફક્ત સપ્ટેમ્બરમાં જ ૨૬ અબજ ડોલરની નવી એન્ટ્રીઓ થઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of …

વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of ...

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t…

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t...

ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly …

ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં કાલથી સુકુ હવામાન પણ તા. 5થી 7 ઝાપટાં વરસવાની વકી | Dry weather in the state from tomorrow …

રાજ્યમાં કાલથી સુકુ હવામાન પણ તા. 5થી 7 ઝાપટાં વરસવાની વકી | Dry weather in the state from tomorrow …

8 months ago
‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa…

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa…

10 months ago
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

2 months ago
સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s…

સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News