gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી | 5 Positive Si…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in Business
0 0
0
બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી | 5 Positive Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Market Positive Signal : દેશમાં સોના-ચાંદીમાં અને શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આમ તો મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા, જ્યારે અન્ય દેશોમાં માર્કેટો ખુલ્લા રહ્યા હતા. જોકે આ જ સમયગાળા દરમિયાન જે અહેવાલો સામે આવ્યા છે, તેના કારણે બુધવારે ભારતીય શેરમાર્કેટ રોકેટ ગતિએ દોડવાના સંકેત મળ્યા છે. જે પાંચ કારણો સામે આવ્યા છે, તેનાથી આશા જાગી છે કે, બુધવારે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળવાની છે.

વૈશ્વિક શેરમાર્કેટમાં તેજી

નિષ્ણાંતોના મતે, મંગળવારે ભારતીય શેરમાર્કેટ બંધ હતું, પરંતુ વૈશ્વિક શેરમાર્કેટમાં તેજી આવી છે. સાથે જ અમેરિકન માર્કેટમાં પણ વધારો થયો છે. તે મુજબ આવતીકાલે બુધવારે BSE-Niftyમાં મોટો ઉછાળો થવાની સંભાવના છે. માત્ર શેરમાર્કેટ જ નહીં, જેમણે પહેલેથી સોના-ચાંદીના ETFમાં રોકાણ કર્યું છે કે પછી જેઓ બજાર ખુલતા જ ખરીદી કરવાના છે, તેઓ બંનેને તેજીનો લાભ મળી શકે છે. આજે મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સાંજે કારોબાર દરમિયાન સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો થયો છે, તે જોતા આવતીકાલે સોના-ચાંદી ઈટીએફ ખરીદનારાઓ માટે શાનદાર તેજીનું અનુમાન છે.

આ પણ વાંચો : ‘પાકિસ્તાનમાં ઈરાન સાથે આગામી 2 દિવસમાં થઈ શકે છે વાતચીત’, ટ્રમ્પનું મોટું નિવેદન

આવતીકાલે શેરબજાર, સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો થવા પાછળના 5 સંકેત

વિશ્વભર માટે રાહતની વાત એ છે કે, દેશમાં શેરમાર્કેટમાં ઉછાળો થવાના અને સોના-ચાંદી સહિતના ભાવમાં વધારો થવાના પાંચ સંકેત સામે આવ્યા છે. આમાં (1) મંગળવારે એશિયાઈ માર્કેટમાં તેજી જોવા મળી છે તો અમેરિકન માર્કેટમાં પણ તેજી દેખાઈ છે. (2) ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. (3) ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF)એ ભારતના વિકાસ દરને સકારાત્મક સિંગલ આપ્યું છે. (4) સોના-ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો છે. (5) સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઈરાન વિવાદ મુદ્દે સકારાત્મક સંકેત આપીને ફરી બેઠક યોજવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં તેમણે અમેરિકાની નાકાબંધી છતાં ઈરાના હોર્મુઝ જળમાર્ગમાંથી તેલ ટેન્કરો પસાર થઈ રહ્યા છે. ત્યારે આ જ પાંચ કારણોથી ભારતીય શેર માર્કેટ અને સોના-ચાંદીના રોકાણકારો માટે સારા સંકેત છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાનને શાંત પાડવા ફ્રાન્સે 3 શરતોનો માસ્ટર પ્લાન બનાવ્યો, પેરિસમાં યોજાશે બેઠક

આ પાંચ સંકેત ભારતીય માર્કેટમાં તેજીનો ઈશારો

1… ક્રૂડ ઓઈલની કિંમતમાં જોરદાર ઘટાડો : પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 3 ટકા ગગડીને 96.41 ડૉલર પર આવી ગયો છે. જ્યારે પ્રતિ બેરલ WTI ક્રૂડ ઓઈલનો ભાવમાં લગભગ 6 ટકા ગગડીને 93.90 ડૉલર પર કારોબાર કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ ધરખમ ઘટાડો માર્કેટ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

2… ભારતના વિકાસ દર મુદ્દે IMFનો સકારાત્મત સંકેત : આઈએમએફએ કહ્યું છે કે, ભારતનો GDP નાણાંકીય વર્ષ 2026 દરમિયાન 6.5 ટકાના દરે વધશે. સંસ્થાએ વિકાસ દરના અંદાજમાં 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર ગણાવ્યું છે.

3… વૈશ્વિક માર્કેટમાં તેજી, ભારત માટે સારા સંકેત : ભારતીય માર્કેટ મંગળવારે બંધ હતું, પરંતુ વૈશ્વિક માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જાપાનનું શેરમાર્કેટ નિક્કેઈ શેરમાર્કેટમાં 2.5 ટકાનો, હોંગકોંગના હેંગ સેંગ શેરમાર્કેટમાં 0.82 ટકાનો અને દક્ષિણ કોરિયાની કોસ્પી શેરમાર્કેટમાં લગભગ ત્રણ ટકા વધારા સાથે બંધ થયું છે. તેવી જ રીતે આ લખાય છે ત્યાં સુધીમાં અમેરિકન શેરમાર્કેટ એક ટકા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. અગાઉના દિવસે પણ તેમાં તેજી જોવા મળી હતી.

4… સોના-ચાંદીના ભાવમાં વધારો : કોમોડિટી માર્કેટમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 1600 રૂપિયાનો (1 ટકા) અને એક કિલો ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો (4 ટકા)નો વધારો થયો છે. આનાથી સંકેત મળી રહ્યા છે કે, આવતીકાલે ગોલ્ડ-સિલ્વર ઈટીએફનો રોકાણકારોને શાનદાર નફો થઈ શકે છે.

5… ટ્રમ્પ તરફથી સકારાત્મક સંકેત : સૌથી વધુ મહત્ત્વની વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે (14 એપ્રિલ) ઈરાન પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને તેમણે આગામી બેથી ત્રણ દિવસમાં ઈસ્લામાબાદમાં ફરી મંત્રણા યોજવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા નાકાબંધી છતાં ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડ ઓઈલ ભરેલા અનેક જહાજો પસાર થઈ રહ્યા છે. તેથી આ વલણ ક્રૂડ ઓઈલ અને શેરમાર્કેટ માટે સારા સંકેત છે.

આ પણ વાંચો : VIDEO : BLAએ પોતાનું ‘નૌકાદળ’ બનાવ્યું, પાકિસ્તાની જહાજ પર કર્યો આડેધડ ગોળીબાર, 3 સૈનિકોના મોત

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડૉલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા | rbi selling 12 bil…
Business

Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડૉલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા | rbi selling 12 bil…

June 3, 2026
2000 કરોડના ‘કૌભાંડ’ બાદ જાણીતી બેન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી | new crisis on…
Business

2000 કરોડના ‘કૌભાંડ’ બાદ જાણીતી બેન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી | new crisis on…

June 3, 2026
ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ | Global Energy Cr…
Business

ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ | Global Energy Cr…

June 3, 2026
Next Post
આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio…

આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio...

રોંગ સાઇડ આવતા કારચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One person dies after car driver coming from …

રોંગ સાઇડ આવતા કારચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One person dies after car driver coming from ...

વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો | BJP win more two seats…

વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો | BJP win more two seats...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો

‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો

1 year ago
મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo…

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટ ભરેલુ લાંબા અંતરનું રોકેટ જપ્ત | Long range rocket loaded with 40 kg explo…

6 months ago
વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

3 months ago
કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News