gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના- ચાંદીમાં તેજીના વળતા પાણી : રૂપિયા સામે ડોલર ફરી વધ્યાના નિર્દેશો | Gold and silver bullish tr…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2025
in Business
0 0
0
સોના- ચાંદીમાં તેજીના વળતા પાણી : રૂપિયા સામે ડોલર ફરી વધ્યાના નિર્દેશો | Gold and silver bullish tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ વધુ ઘટાડા પર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૩૪થી ૩૦૩૫ વાળા નીચામાં ૨૯૯૯થી ૩૦૦૦ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૦૨૨થી ૩૦૨૩ ડોલર રહ્યા હતા.

 વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૦૫૦૦ તથા ૯૯૯ના  રૂ.૯૦૮૦૦ બોલાતા થયા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૮૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઘટાડા પર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૩.૨૩થી ૩૩.૨૪ વાળા નીચામાં ૩૨.૬૬થી ૩૨.૬૭ થઈ છેલ્લે ભાવ ૩૩.૦૩થી ૩૩.૦૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૭૮૧૬ વાળારૂ.૮૭૬૫૦ તથા ૯૯૯ના રૂ.૮૮૧૬૯ વાળા રૂ.૮૮૦૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૬૨૦ વાળા રૂ.૯૭૧૫૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

નવી માગ ધીમી હતી. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૭૪થી ૯૭૫ તથા ઉંચામાં ૯૮૯થી ૯૯૦ થઈ છેલ્લે ભાવ ૯૭૯થી ૯૮૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૯૪૬થી ૯૪૭ તથા ઉંચામાં ૯૬૩થી ૯૬૪ થઈ છેલ્લે ભાવ ૯૫૯થી ૯૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વૈશ્વિક કોપરના ભાવ આંચકા પચાવી ફરી વધી છેલ્લે સપ્તાહના અંતે ધીમો સુધારો બતાવી રહ્યા હતા. જોકે લંડન બજારની સરખામણીએ ન્યુયોર્ક કોપરના ફયુચર પ્રિમિયમો વધી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૪.૨૨ થઈ ૧૦૪.૧૫ રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૮૫.૯૮થી વધી રૂ.૮૬ પાર કરી રૂ.૮૬.૦૨થી ૮૬.૦૩ બોલાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા ૨૦૦૦ વધી ૨ લાખ ૨૩ હજાર આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં જોબમાર્કેટમાં નબળાઈ દેખાયાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ હતી.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ધીમો સુધારો દેખાયો હતો. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૧.૮૧ વાળા ઉંચામાં ૭૨.૫૧ થઈ છેલ્લે ભાવ ૭૨.૧૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડ ઉંચામાં ૬૮.૬૫ થઈ ૬૮.૨૧ ડોલર રહ્યું હતું. અમેરિકાએ ઈરાન પર અંકુશો વધારતાં ઈરાનના ક્રૂડની સપ્લાય દૈનિક ૧૦ લાખ બેરલ્સ ઘટવાની ભીતી જાણકારો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
કોમેડિયન કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, હોટેલ-સ્ટુડિયોમાં શિવસૈનિકોની તોડફોડ | Comedian Ku…

કોમેડિયન કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, હોટેલ-સ્ટુડિયોમાં શિવસૈનિકોની તોડફોડ | Comedian Ku...

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr...

બૅન્કોની બે દિવસીય હડતાળ ટળી, યુનિયને મહત્ત્વની બેઠક બાદ લીધો મોટો નિર્ણય

બૅન્કોની બે દિવસીય હડતાળ ટળી, યુનિયને મહત્ત્વની બેઠક બાદ લીધો મોટો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે | manipur road name…

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે | manipur road name…

4 months ago
અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત, GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત | a…

અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત, GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત | a…

5 months ago
શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત | Two children with suspected Chandipura symptoms d…

10 months ago
મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News