Rahul Gandhi Slams Bihar CM Nitish Kumar : બિહારના ગયા જિલ્લામાં તાજેતરમાં જ એક ભયાનક ઘટના બની હતી. અહીં આરોપીઓએ દુષ્કર્મ પીડિતાની માતાની સારવાર માટે ગયેલા ડૉક્ટરને ઢોર માર મારી ઝાડ સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ બિહાર કોંગ્રેસે ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. હવે આ વીડિયો રાહુલ ગાંધીએ પણ શેર કર્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે, બિહારમાં બેરોજગારી, ગુના અને સ્થળાંતર જ નીતીશ સરકારની અસલી ઓળખ બની ગઈ છે.