Uddhav Thackeray Big Statement : મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધનને લઈને ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રના દિલમાં જે હશે તે જ થશે. શિવસૈનિકોના દિલમાં કોઈ ભ્રમ નથી અને MNSના મનમાં પણ કોઈ મૂંઝવણ નથી. અમે કોઈ સંદેશ નહીં આપીએ, અમે સીધા સમાચાર આપીશું.’ સમગ્ર મામલે મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? તેવા સવાલ ઊભા થાય છે.