gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2025
in Business
0 0
0
ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈરાનના ન્યુક્લિયર મથકો પર ઈઝરાયેલના પ્રહારથી વૈશ્વિક બજારો ધરાશાયી

મુંબઈ : ઈઝરાયેલ દ્વારા ઈરાનના અણુમથકો પર ઘાતક પ્રહાર કરતાં અને ઈરાને પણ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કરતાં ત્રીજા વિશ્વ યુદ્વના ઊભા થયેલા જોખમને લઈ આજે વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થવા સામે શેર બજારોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. ભારતીય શેર બજારોમાં પણ ટ્રેડિંગની શરૂઆત અનેક શેરોમાં રકાસ સાથે થઈ ભાવો તૂટી ગયા હતા. સેન્સેક્સ અને નિફટીને લગભગ તમામ શેરો નેગેટીવ ઝોનમાં આવી જઈ હેમરીંગ વધતું જોવાયું હતું. સેન્સેક્સ જોતજોતામાં આરંભમાં ૧૩૩૭.૩૯ પોઈન્ટના કડાકે ૮૧૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૮૦૩૫૪.૫૯ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળે આઈટી અને ફાર્મા શેરોમાં સિલેક્ટિવ વેલ્યુબાઈંગ થવા સાથે શોર્ટ કવરિંગ થતાં અડધાથી વધુ ઘટાડો પચાવી અંતે ૫૭૩.૩૮ પોઈન્ટ તૂટીને ૮૧૧૧૮.૬૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે ૪૧૫.૨૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૪૪૭૩ સુધી ખાબકી અંતે ૧૬૯.૩૦ પોઈન્ટ તૂટીને ૨૪૭૧૮.૬૦ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૬૪૦ પોઈન્ટ તૂટયો : સ્ટેટ બેંક રૂ.૧૩ તૂટી રૂ.૭૯૨ : ઈન્ડસઈન્ડ, એચડીએફસી, કોટક બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે નવા ગાબડાં પડતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૩૯.૫૧ પોઈન્ટ તૂટીને ૬૨૫૭૦.૪૪ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૭૯૨.૪૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૮૧૬.૫૫, એચડીએફસી બેંક રૂ.૨૨.૩૫ ઘટીને રૂ.૧૯૧૯.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૮ ઘટીને રૂ.૨૧૦૮, બેંક ઓફ બરોડા રૂ.૨ ઘટીને રૂ.૨૩૯.૧૦ રહ્યા હતા. ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં અબાન્સ ફાઈનાન્શિયલ રૂ.૧૫.૪૫ તૂટીને રૂ.૨૩૮.૨૫, ઈરેડા રૂ.૮.૩૫ ઘટીને રૂ.૧૬૭.૩૦, ક્રિસિલ રૂ.૧૯૪.૪૫ તૂટીને રૂ.૫૩૩૫, પૈસાલો રૂ.૧.૦૪ તૂટીને રૂ.૩૧.૪૧, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩૨.૪૦ ઘટીને રૂ.૧૦૫૬.૩૦, ઈસાફ સ્મોલ ફાઈનાન્સ બેંક ૯૪ પૈસા ઘટીન રૂ.૩૧.૭૬, મોબીક્વિક રૂ.૭.૮૦ ઘટીને રૂ.૨૬૬.૩૫, જીઓજીત ફાઈનાન્શિયલ રૂ.૨.૩૮ ઘટીને રૂ.૮૧.૪૬, સેન્ટ્રમ ૯૪ પૈસા ઘટીને રૂ.૩૨.૨૩, એન્જલ વન રૂ.૮૪.૭૦ ઘટીને રૂ.૨૯૩૧.૪૫, આઈડીબીઆઈ બેંક રૂ.૨.૭૪ ઘટીને રૂ.૯૪.૮૫ રહ્યા હતા.

મેટલ શેરોમાં ફંડો હળવા થયા : એનએમડીસી, જિન્દાલ સ્ટીલ, જિન્દાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો ઘટયા

જીઓપોલિટીકલ ટેન્શન વધવાની સાથે વૈશ્વિક વેપાર ખોરવાઈ જવાના જોખમે આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની સતત વેચવાલી રહી હતી. એનએમડીસી રૂ.૨.૦૩ ઘટીને રૂ.૭૦.૩૮, જિન્દાલ સ્ટીલ રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૯૨૦.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૭૧૩.૨૫, હિન્દાલ્કો રૂ.૯ ઘટીને રૂ.૬૪૨, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૯૮૭.૫૫, વેદાન્તા રૂ.૨.૩૫ ઘટીને રૂ.૪૫૭.૮૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલમાં સાત ટકા ભાવ ઉછળ્યા : ઓઈલ-ગેસ શેરો બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલ ઘટયા

ઈરાનના અણુમથકો પર ઈઝરાયેલના અસાધારણ પ્રહારથી જીઓપોલિટીકલ ટેન્શન વધતાં ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ જવાના જોખમે આજે ક્રુડ ઓઈલના ભાવ ૭ ટકા જેટલા ઉછળી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલી રહી હતી. બીપીસીએલ રૂ.૬.૦૫ ઘટીને રૂ.૩૧૨.૬૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૯૯.૪૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૪૦.૪૫, અદાણી ટોટલ ગેસ રૂ.૯.૫૦ ઘટીને રૂ.૬૬૧.૬૦, એચપીસીએલ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૩૮૬.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૧૪૨૭.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૪.૪૩ પોઈન્ટ ઘટીને ૨૭૧૬૨.૨૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સતત સેલિંગ પ્રેશર : એક્સાઈડ, બજાજ ઓટો, ટીઆઈ ઈન્ડિયા, અપોલો ટાયર, હીરો ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણને અપેક્ષિત પ્રતિસાદ નહીં સાંપડી રહ્યાના રિપોર્ટ અને ચોમાસું વિલંબમાં પડયાની નેગેટીવ અસરે ફંડોનું ઓટો શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. એક્સાઈડ રૂ.૯.૪૦ ઘટીને રૂ.૩૮૪.૯૦, બજાજ ઓટો રૂ.૧૦૨.૭૦ ઘટીને રૂ.૮૪૬૩.૮૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૫.૨૦ ઘટીને રૂ.૨૯૪૧.૯૦, અપોલો ટાયર રૂ.૫.૧૫ ઘટીને રૂ.૪૫૨.૧૦, મધરસન રૂ.૧.૧૦ ઘટીને રૂ.૧૫૪, હીરો મોટોકોર્પ રૂ.૩૧.૧૫ ઘટીને રૂ.૪૩૩૦, ઉનો મિન્ડા રૂ.૭.૫૫ ઘટીને રૂ.૧૦૬૫.૫૫, ટાટા મોટર્સ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૭૧૨.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૨.૧૪ પોઈન્ટ ઘટીને ૫૨૩૨૩.૬૭ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં વેચવાલી : કેઆરબીએલ રૂ.૧૪ તૂટી રૂ.૩૬૦ : ડીસીએમ શ્રીરામ, રેણુકા સુગર ઘટયા

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી વધતી જોવાઈ હતી. ફુગાવાનો આંક ઘટીને આવ્યા છતાં એફએમસીજીની માંગ મંદ પડી રહ્યાના અહેવાલોએ ફંડોની શેરોમાં વેચવાલી નીકળી હતી. કેઆરબીએલ રૂ.૧૪.૦૫ તૂટીને રૂ.૩૬૦.૨૫, એન્ડ્રયુ યુલે રૂ.૧.૧૪ તૂટીને રૂ.૩૩.૧૦, ડીસીએમ શ્રીરામ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૬૮.૨૫, જીએમઆર બ્રિવરીઝ રૂ.૧૭.૯૫ ઘટીને રૂ.૭૩૮.૪૦, રેણુકા સુગર ૮૦ પૈસા ઘટીને રૂ.૩૩.૨૨,એડીએફ ફૂડ્સ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૭૭.૩૫, આઈટીસી રૂ.૭.૦૫ ઘટીને રૂ.૪૧૩.૯૦, અવધ સુગર રૂ.૮.૭૫ ઘટીને રૂ.૫૨૯.૩૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૯૦.૨૧ પોઈન્ટ ઘટીને ૨૦૦૬૫.૮૮ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : આરસિસ્ટમ્સ, કંટ્રોલ પ્રિન્ટ, માસ્ટેક, નેલ્કો, એફલે, ડિ-લિન્કમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું આજે ઘટાડે વેલ્યુબાઈંગ થયું હતું. આરસિસ્ટમ્સ રૂ.૨૭.૪૦ વધીને રૂ.૪૪૯.૪૫, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૭૫૧.૫૦, માસ્ટેક રૂ.૫૮.૨૫ વધીને રૂ.૨૪૬૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૦.૬૦ વધીને રૂ.૫૪૦, એફલે રૂ.૩૧.૫૫ વધીને રૂ.૧૯૨૭.૪૦, નેલ્કો રૂ.૧૭.૦૫ વધીને રૂ.૧૦૬૯.૬૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૨.૬૫ વ ધીને રૂ.૯૨૨.૭૫, ટેક મહિન્દ્રા રૂ.૧૬.૮૦ વધીને રૂ.૧૬૬૦.૫૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૧.૯૫ વધીને રૂ.૯૪૭૫.૫૦, ઈમુદ્રા રૂ.૬.૭૫ વધીને રૂ.૭૪૬.૮૫, ઝેનસાર રૂ.૫.૨૫ વધીને રૂ.૮૬૭.૧૫, કોફોર્જ રૂ.૭.૬૦ વધીને રૂ.૧૭૯૨.૬૦, ટીસીએસ રૂ.૧૩.૧૫ વધીને રૂ.૩૪૪૭.૧૦ રહ્યા હતા.

નારાયણ હ્યુદાલ્યા રૂ.૯૩ ઉછળી રૂ.૧૯૧૩ : આરપીજી, થાયરોકેર, એસ્ટ્રાઝેનેકા, એફડીસીમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે પસંદગીની ખરીદી થઈ હતી. નારાયણ હ્યુદાલ્યા રૂ.૯૨.૬૦ વધીને રૂ.૧૯૧૩.૨૫, ટારસન્સ રૂ.૧૬.૮૫ વધીને રૂ.૩૯૦.૫૦, આરપીજી લાઈફ રૂ.૯૧.૪૫ વધીને રૂ.૨૩૩૯.૫૦, થાયરોકેર રૂ.૩૯ વધીને રૂ.૧૦૨૩.૪૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૩૪૬.૧૦ વધીને રૂ.૧૦,૫૨૪.૬૫, એફડીસી રૂ.૧૩.૭૦ વધીને રૂ.૪૭૪, મેક્સ હેલ્થ રૂ.૩૫.૩૫ વધીને રૂ.૧૨૩૭.૧૦, ગ્લેનમાર્ક રૂ.૩૩.૧૦ વધીને રૂ.૧૬૭૦.૯૦, કોન્કોર્ડ બાયો રૂ.૫૪.૭૫ વધીને રૂ.૨૧૧૫ રહ્યા હતા.

સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં સતત વ્યાપક વેચવાલી : ૨૪૬૯ શેરો નેગેટીવ બંધ

સપ્તાહના અંતે ઈરાન-ઈઝરાયેલ યુદ્વના ટેન્શન વચ્ચે આરંભમાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાઈ ગયા બાદ કવરિંગ છછતાં આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૩  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૧૬  અને ઘટનારની સંખ્યા ૨૪૬૯  રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૭.૨૧ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટીમાં મોટું સેલિંગ થવા સાથે ઘણા શેરોમાં વેચવાલીના દબાણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૩૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૭.૨૧ લાખ કરોડ રહ્યું હતું.

વૈશ્વિક બજારોમાં જર્મનીનો ડેક્ષ ૩૧૦ પોઈન્ટ, નિક્કી ૩૩૮ પોઈન્ટ તૂટયા : અમેરિકી બજારો ખુલતામાં તૂટયા

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વ ત્રીજા વિશ્વ યુદ્વમાં પરિણમવાના જોખમને લઈ ચિંતાએ વૈશ્વિક બજારોમાં આજે સાર્વત્રિક ગાબડાં પડયા હતા. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૩૩૯ પોઈન્ટ તૂટયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૧૪૩ પોઈન્ટ અને ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૨૮ પોઈન્ટ ઘટયા હતા. યુરોપના દેશોના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૩૧૦ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૯ પોઈન્ટ ઘટયા હતા. અમેરિકી શેર બજારો ખુલતામાં ડાઉ જોન્સમાં ૪૬૦ પોઈન્ટ અને નાસ્દાકમાં ૧૪૫ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં 'બ્લેક મંડે'ની શક્યતા! | i...

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ…

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ...

અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય

અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

એપ્રિલમાં ભારતના ઉત્પાદન તથા નિકાસ અને રોજગાર ક્ષેત્રમાં સુધારો જોવાયો | India’s manufacturing expor…

2 months ago
ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

3 months ago
કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું – ‘FIR નોંધો’

કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું – ‘FIR નોંધો’

2 months ago
કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d…

કાશ્મીરમાં કોઈની મધ્યસ્થીની જરૂર નહીં, ચર્ચા માત્ર પીઓકે મુદ્દે | No need for mediation in Kashmir d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News