Uttar Pradesh Political News : વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા અત્યારથી જ રાજકીય પક્ષોમાં નિવેદનબાજી શરુ થઈ ગઈ છે. યુપી કોંગ્રેસના સાંસદ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ(Akhilesh Yadav)ની પાર્ટીઓ વચ્ચે તિરાડ પડી હોવાની અટકળો શરુ થઈ છે. આ ઘટનામાં હવે અખિલેશ યાદવની એન્ટ્રી થઈ ગઈ છે અને તેમણે ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો છે.
કોંગ્રેસ સાંસદો શું કહ્યું હતું?
વાસ્તવમાં સહારનપુરના કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદ (Imran Masood) સપા પર સતત પ્રહારો કરી રહ્યા છે.