IndiGo Flight Gate Did Not Open At Raipur Airport : છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર મંગળવારે બપોરના સમયે દિલ્હીથી આવેલી આઈ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6312નો મુખ્ય દરવાજો ટેક્નિકલ ખામીના કારણે ન ખુલતા મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા. આ ફ્લાઈટ બપોરે 2:25 વાગ્યે વીર નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ધારાસભ્ય ચતુરી નંદ અને રાયપુરના મેયર મીનલ ચૌબે સહિત અનેક મુસાફરો સવાર હતા.
30 મિનિટ સુધી ફ્લાઇટનો દરવાજો ન ખુલ્યો
જ્યારે લેન્ડિંગ પછી મુસાફરોને લગભગ 30 મિનિટ સુધી ફ્લાઇટની અંદર જ રાહ જોવી પડી હતી, કારણ કે વિમાનનો મુખ્ય દરવાજો ખુલ્યો ન હતો.