અમદાવાદ,બુધવાર,9 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિ.ની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં રુપિયા
૮૮૫૦નો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા લેવાની મંજુરી માંગતી દરખાસ્ત હાલ પુરતી
અનિર્ણિત રખાઈ છે.બાંકડાની બનાવટમાં ચોકકસ કયુ મટીરીયલ વપરાશે તે અંગે વિગત મંગાવાઈ
છે.જેનો અભ્યાસ કર્યા પછી દરખાસ્ત અંગે નિર્ણય કરાશે.
શહેરના મેયર ,પદાધિકારીઓ
અને કોર્પોરેટરો દ્વારા સ્ટેનલેસ સ્ટીલના બાંકડા તેમના દ્વારા સુચવવામા આવતી જગ્યા ઉપર મુકવા બજેટ
ફાળવવામા આવતુ હોય છે.તેમના દ્વારા કરવામા આવતી રજૂઆતને ધ્યાનમાં લઈ વાર્ષિક રેટ
કોન્ટ્રાકટથી સ્ટીલના બાંકડા ખરીદવા સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા રી-ટેન્ડર કરાતા
રાજદીપ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી રુપિયા ૮૮૫૦ની કિંમતનો એક એવા ૫૦૦ સ્ટીલના બાંકડા
ખરીદવાની દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય લેવાનુ કમિટીની બેઠકમાં ટાળવામાં આવ્યુ હતુ.કમિટી
ચેરમેને બળદેવ પટેલે કહયુ, બાંકડાની ડિઝાઈન
જોતા હોસ્પિટલોમાં જ ઉપયોગમાં લઈ શકાય એમ
લાગે છે. પ્રતિ બાંકડા દીઠ ભાવ પણ વધુ હોવાથી નેગોશિએશન કરવા વિચારણા કરવા
અધિકારીઓને કહેવામાં આવ્યુ છે.બાંકડા મુકવાની બાબત અમદાવાદ મ્યુનિ.તંત્રમાં અગાઉ
અનેક વખત વિવાદમાં આવી છે.