મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સ ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજડી આગળ વધી હતી સામે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી રહી હતી. કરન્સી બજારમાં ડોલર વધતાં તથા રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર તેજીની જણાઈ હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૧૦૭૫૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૯૧૦૦થી વધી રૂ.૧૦૯૫૫૦ થઈ રૂ.૧૦૯૪૧૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૬.૯૦થી ૩૬,૯૧ વાળા ઉંચામાં ભાવ ૩૭.૩૧ થઈ ૩૭.૦૪થી ૩૭.૦૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૯૦થી ૩૩૯૧ વાળા નીચામાં ૩૩૭૦ તથા ઉંચામાં ૩૪૦૦ થઈ ૩૩૮૮થી ૩૩૮૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ વધી ૯૯૫ના રૂ.૧૦૨૧૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૪૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૭૫૦ વાળા રૂ.૯૯૦૫૬ જ્યારે ૯૯૯ના રૂ.૯૯૧૪૭ વાળા રૂ.૯૯૪૫૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૨૬૫થી ૧૨૬૬ વાળા વધી ૧૩૦૫ થઈ ૧૩૦૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૪૬થી ૧૦૪૭ વાલા વધી ૧૦૬૦ થઈ ૧૦૫૬થી ૧૦૫૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૧ ટકા વધ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૫૦ વાળા વધી ૭૭ થઈ ૭૬.૭૬ ડોલર રહ્યા હતા.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ક્રૂડમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો. યુએસ ક્રૂડના ભાવ વધી ૭૫.૬૯ થઈ ૭૫.૨૫ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે ક્રૂડતેલ વાયદો વધી ૨૦૦ દિવસની ડેઈલી મુવિંગ એવરેજ પાર કરી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધી પાંચ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા.