નવી દિલ્હી : પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં વિકસીત અને ઊભરતી અર્થવ્યવસ્થાઓએ એઆઈ રોકાણો માટે મહત્વના લક્ષ્ય છે, ભારત, સિંગાપુર અને મલેશિયા ઝડપથી ડેટા સેન્ટરોના પ્રોજેક્ટો અને ચિપ નિર્માણ માટે મહત્વના સ્થળો તરીકે ઊભરી રહ્યા હોવાનું મૂડીઝનું કહેવું છે.
એઆઈ બિટીંગ ધ ઓડ્સ રિપોર્ટ રજૂ કરીને મૂડીઝના વિશ્લેષણમાં જણાવાયું છે કે, વૈશ્વિક વેપાર તૂટી રહ્યો છે અને સરહદી રોકાણ ધીમું પડી રહ્યું છે, ત્યારે કૃત્રિમ બૌધ્ધિકતા-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ખર્ચ પ્રવાહને સામે ચલાવી રહ્યો છે. વેપાર અને જીઓપોલિટીકલ ટેન્શન અર્થતંત્રોને નુકશાન પહોંચાડી રહ્યા હોવા છતાં, વધતી જતી એઆઈ માંગ પુરવઠા કરતાં વધી રહી છે.
આ અંતરને દૂર કરવા માટે, વૈશ્વિક રોકાણકારો ડેટા સેન્ટરો અને સેમિકન્ડકટર પ્રોજેક્ટ્સમાં મૂડી ઠાલવી રહ્યા છે.
રિપોર્ટમાં વધુુ કહેવામાં આવ્યું છે કે, આઉટબાઉન્ડ એઆઈ રોકાણમાં યુ.એસ.નો હિસ્સો તેના ઈનબાઉન્ડ હિસ્સા કરતાં વધી ગયો છે, જે એક સંકેત છે કે યુ.એસ. ટેક જાયન્ટો તેમના વૈશ્વિક પદ્દચિહ્નો વિસ્તારી રહ્યા છે. પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ મુખ્ય સ્થળો છે.
ખાસ કરીને, ભારત, સિંગાપુર અને મલેશિયા ઝડપથી ડેટા સેનન્ટર પ્રોજેક્ટસ અથવા ચિપ ઉત્પાદન માટે મુખ્ય સ્થળો તરીકે પોતાને સ્થાપિત કરી રહ્યા છે. આ બજારો ખર્ચ લાભ, વધતી માંગ અને ટેક રોકાણ માટે સહાયક નીતિઓ પ્રદાન કરે છે, એમ મૂડીઝ એનાલિટિક્સે જણાવ્યું હતું.
ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા અને ડિજિટલ પ્રતિભા પૂલ તેને ડેટા સેન્ટર પ્રદાતાઓ અને ચિપ ઉત્પાદન માટે એક આકર્ષક સ્થાન બનાવે છે, એમ તેમાં ઉમેર્યું હતું.