Russia May Deliver S-400 Missile Systems By 2026: વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે. દેશના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં વૈશ્વિક પડકારોની સપ્લાય ચેઈન અને ભારતની સ્ટ્રેટેજી પર અસર મુદ્દે જવાબ આપતી વખતે આ અંગે જણાવ્યું હતું.
સિંહે જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા આગામી વર્ષે S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્રતિબદ્ધ છે.