Air India To Cut Flight’s : ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ 21 જૂનથી 15 જુલાઈ-2025 વચ્ચે ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટ પરની ફ્લાઈટો રદ કરવાનો અને અન્ય 16 રૂટ પર ફ્લાઈટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટના બાદ ફ્લાઈટના સંચાલનમાં ઉભી થયેલી અડચણોના કારણે આ નિર્ણય લેવાયો છે.
16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી
સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમે ફ્લાઈટના સમયપત્રકને યોગ્ય કરવા તેમજ અંતિમ સમયે પ્રવાસીઓને થતી સમસ્યા અટકાવવા માટે આ નિર્ણય લીધો છે. એરલાઈન્સે એવું પણ કહ્યું છે કે, આ વચગાળાનો નિર્ણય 15 જુલાઈ સુધી લાગુ રહેશે.