Indian Railways Waiting Ticket Booking New Rule : ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે વેઇટિંગ ટિકિટના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ હવે વેઇટિંગ ટિકિટોની બુકિંગ મર્યાદા મર્યાદા નક્કી કરી દેવાઈ છે. રેલવેના નિર્ણય મુજબ, હવે તમામ ક્લાસમાં જેટલી બેઠક વ્યવસ્થા હશે તેની 25 ટકા જ ટિકિટો વેઇટિંગ લિસ્ટમાં બુક થઈ શકશે. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ ક્લાસમાં સામાન્ય બુકિંગ માટે 100 બેઠકો ઉપલબ્ધ હશે, તો તેમાંથી વેઇટિંગ લિસ્ટમાં 25 ટિકિટ જ બુક કરી શકાશે, ત્યારબાદ બુકિંગ બંધ થઈ જશે.