લખનૌ,7 મે,2025,શનિવાર
ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામે એક કે બે નહી પરંતુ ૪૭ જેટલા IAS અને IPS આપ્યા છે માત્ર ૭૫ પરીવાર અને ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા માધોપટ્ટીને આથી જ તો અફસરોના ગામ તરીકેની ઓળખ મળી છે. આ ગામના આઇએએસ અને આઇપીએસ અફસરો ઉત્તરપ્રદેશ અને બીજા રાજયોમાં સેવા આપે છે એટલું જ નહી આ ગામના સંતાનો ભાભા ઇન્સ્ટિટયૂટ અને વિશ્વબેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે જે પણ સનદી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવા ઇચ્છે છે તેમના માટે આ ગામ રોલ મોડેલ સમાન છે.
આ અંતરિયાળ ગામમાં આજકાલથી નહી પરંતુ અંગ્રેજોના જમાનાથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને અફસર બનવાની પરંપરા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇસ ૧૯૧૪માં માધોપટ્ટી ગામના યુવક મુસ્તુફા હુસેનને અંગ્રેજોએ અધિકારી તરીકે પસંદ કર્યો હતો.