યુવકને ધમકી આપતા ફરિયાદ
પત્નીને ભગાડવામાં યુવકે મદદ કરી હોવાની શંકામાં આરોપીએ હુમલો કર્યો
સુરેન્દ્રનગર: દુધરેજ વણકરવાસમાં રહેતા વ્યક્તિ પર પાડોશમાં રહેતા શખ્સે છરીના ઘા ઝીંકી મારી નાંખવાની ધમકી આપતા એ-ડિવીઝન પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
દુધરેજ બસ સ્ટેન્ડ સામે શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ધનજીભાઈ રાઠોડ વણકરવાસમાં આવેલા જુના મકાને હતો. ત્યારે દિનેશભાઈની બાજુમાં રહેતો શખ્સ સંજય પરષોત્તમભાઈ વાઘેલાએ હાથમાં છરી લઈને આવ્યો અને ગાળો આપવા લાગ્યો હતો. દિનેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા સંજયભાઇએ ઢીકા પાટુનો માર મારી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે દિનેશભાઈએ સંજય પરષોત્તમભાઈ વાઘેલા (રહે. વણકરવાસ, દુધરેજ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં છરીના ઘા ઝીંકનાર સંજયની પત્ની બે વર્ષ પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. પત્નીને ભગાડવામાં દિનેશભાઈનો હાથ હોવાની શંકા રાખી સંજયએ માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.