કારેલીબાગ ખાસવાડી સ્મશાન નજીક ગેરેજ પાસે આજે નમતી બપોરે રાષ્ટ્રીય પક્ષી મોર કેટલાક કૂતરાની ઝપેટમાં આવી જતાં તેને બચાવવા માટે કેટલાક લોકોએ પ્રયાસ કર્યો હતો.જીવદયા કાર્યકરો આવી જતાં ઇજાગ્રસ્ત મોરને બચાવી લીધો હતો અને તેને સારવાર માટે વ્યવસ્થા કરવા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
જીવદયા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે,લોકોએ અમને જાણ કરતાં અમે ઇજાગ્રસ્ત હાલતમાં મોરને લઇને એક કલાક સુધી બેસી રહ્યા હતા.જેને કારણે તેને સારવાર માટે વિલંબ થયો હતો.