Andhra Pradesh News : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP પ્રમુખ વાઈ.એસ.જગનમોહન રેડ્ડીની રેલીમાં માનવતા મરીપરવારી હોય તેવી ભયાનક ઘટના બની છે. ગુંટૂર જિલ્લાના એતુકુરુ બાઈપાસ પાસે 18 જૂને રેલી યોજાઈ હતી, જેમાં તેમના કાફલાની ગાડી નીચે 55 વર્ષિય સમર્થક ચીલી સિંગૈયા ચગદાઈ જતા મોત થયું છે. શરમજનક વાત એ છે કે, એકતરફ વૃદ્ધ કચડાઈ રહ્યા હતા, છતાં સમર્થકો જગનમોહન પર ફુલોની વર્ષા કરતા રહ્યા હતા. આ ઘટના એક વીડિયો પણ વાયરલ થયો છે.