Air India Flight Case in Supreme Court : એર ઈન્ડિયાના બોઈંગ વિમાનોના સંચાલન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં કહેવાયું છે કે, લોકોની સુરક્ષાને ધ્યાને રાખી, જ્યાં સુધી સેફ્ટી ઓડિટની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી બોઈંગ વિમાનોનો ઉપયોગ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 વિમાન ક્રેસ થયા બાદ એક એડવોકેટ અજય બંસલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. ક્રેશની ઘટનામાં ઓછામાં 241 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બરોના મોત થયા હતા. વિમાન ડૉક્ટરોની હોસ્ટેલ પર ક્રેશ થયું હોવાથી અન્ય 29 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.