India Ban Import of Jute: ભારતે બાંગ્લાદેશથી શણ અને તેના સંબંધિત ફાઇબર ઉત્પાદનોની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. બંને પડોશીઓ વચ્ચેના એકંદર સંબંધોમાં વધતા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે (28 જૂન, 2025) કહેવામાં આવ્યું હતું કે નવા પ્રતિબંધો મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર સિવાય અન્ય તમામ જમીન માર્ગો અને બંદરો દ્વારા બાંગ્લાદેશના શણ અને સંબંધિત ફાઇબર ઉત્પાદનોની ભારતમાં આયાત પર લાગુ થશે.
વાણિજ્ય મંત્રાલય હેઠળ કામ કરનારા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ શુક્રવારે એક નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ લગાવી દીધો. સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (SAFTA)ની જોગવાઈઓ હેઠળ બાંગ્લાદેશથી શણ ઉત્પાદનો, વિશેશ કરીને દોરા, ફાઇબર અને બેગની ડમ્પ્ડ અને સબસિડીવાળી આયાતની પ્રતિકૂળ અસર લાંબા ગાળાના નુકસાનનું કારણ બની રહી છે.