gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week

G METRO NEWS by G METRO NEWS
June 29, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી વિશ્વને એક પછી એક અનિશ્ચિતતા સાથે અસ્થિરતામાં ધકેલતાં રહી એક તરફ વિશ્વ શાંતિની વાતો કર્યા બાદ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્વને ભડકાવીને ઈરાનના પરમાણું મથકો પર હુમલા કરીને એકાએક ભારત-પાકિસ્તાનની જેમ ઈરાન-ઈઝારાયેલ વચ્ચેના જંગનો અંત આવ્યાનું, યુદ્વ વિરામ થયો હોવાનું જાહેર કરીને વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ટ્રમ્પે હવે ભારત સાથે ઐતિહાસિક ટ્રેડ ડિલ કરવા જઈ રહ્યાના અને ભારત સાથેના તમામ વેપાર અવરોધો દૂર કરવાનો પોતે ઈરાદોધરાવતા હોવાના આપેલા સંકેતે વિશ્વ વેપારમાં મોટા ડેવલપમેન્ટ આગામી દિવસોમાં જોવાશે એવું સ્પષ્ટ કરી દીધું છે. જીઓપોલિટીકલ ટેન્શનમાંથી હાલ તુરત વિશ્વ મુક્ત બનતાં અને વૈશ્વિક આર્થિક વિકાસ પર ફોક્સ વધવાના આ પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક શેર બજારોમાં સપ્તાહ દરમિયાન તેજી સાથે ભારતીય શેર બજારોમાં પણ ઐતિહાસિક તેજી તરફ દોટ મૂકી છે. શેરોમાં આગામી દિવસોમાં રિ-રેટીંગ સાથે વેલ્યુએશનની ગેમ શરૂ થવાની પૂરી શકયતાને જોતાં હવે સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રોકાણની તક ઝડપી શકાય. ક્રુડ ઓઈલના ભાવો વધતાં અટકી ઘટતાં અને ચોમાસાની પણ સારી પ્રગતિને જોતાં ફુગાવોઘટવાની પૂરી શકયતાએ તેજીનો દોર આગળ વધતો જોવાઈ શકે છે.  આ પરિબળો વચ્ચે સેન્સેક્સ ૮૪૭૭૭ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૫૭૭૭ અને નિફટી સ્પોટ ૨૫૭૭૭ ઉપર બંધ થતા ૨૬૧૧૧ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : HONDA INDIA POWER PRODUCTS

બીએસઈ(૫૨૨૦૬૪), એનએસઈ(HONDAPOWER) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ISO 9001:2000, ISO 14001:2015 & ISO 14001  Certified, હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટસ લિમિટેડ(Honda India Power Products Ltd.) (અગાઉ હોન્ડા સીએલ પાવર પ્રોડક્ટસ લિ. તરીકે ઓળખાતી) વર્ષ ૧૯૮૫માં હોન્ડા મોટર કંપની જાપાનની સબસીડિયરી તરીકે સ્થપાયેલી કંપની પાવર પ્રોડક્ટસ ઉદ્યોગમાં ત્રણ દાયકા ૩૭ વર્ષથી વધુ સમયથી પોર્ટેબલ જનરેટર્સ, વોટર પમ્પસ, ટીલર્સ અને જનરલ પરપઝ એન્જિન્સના મેન્યુફેકચરીંગ અને માર્કેટીંગ ક્ષેત્રે ભારત અને વિદેશોમાં સક્રિય અગ્રણી કંપનીઓમાં એક છે. આ ઉપરાંત કંપની લોન મોવર્સ, બ્રશ કટર અને લોંગ ટેઈલ્ડ બોટ એન્જિન્સનું પણ વેચાણ કરે છે. કંપની તેના તમામ ઉત્પાદનોનું વેચાણ હોન્ડા બ્રાન્ડ હેઠળ કરે છે. પાવર બેકઅપ, એગ્રીકલ્ચર અને  કન્સ્ટ્રકશન ક્ષેત્રે ગ્રાહકોને ઈન્નોવેટીવ, ઈકો-ફ્રેન્ડલી અને શ્રેષ્ઠ પ્રોડક્ટસ ભારતભરમાં પૂરી  પાડતી કંપની ભારતમાં ૧૭ એરિયા ઓફિસો સાથે ૨૫૦૦થી વધુ કંપની પ્રશિક્ષિત મેકેનીક્સ, ૫૦ લાખથી વધુ ગ્રાહકો, ૬૦૦થી વધુ ડિલરોનું મજબૂત નેટવર્ક ધરાવે છે. વર્ષ ૧૯૮૮માં રૂદ્રપુરમાં પ્રથમ પોર્ટેબલ જનરેટર માટે ફેકટરી શરૂ કર્યા બાદ કંપની વર્ષ ૧૯૮૯માં નિકાસ શરૂ કરી હતી. વર્ષ ૧૯૯૧માં એન્જિનના ઉત્પાદન સાથે કૃષિ ક્ષેત્રે પ્રવેશી વર્ષ ૧૯૯૨માં વોટર પમ્પનું ઉત્પાદન શરૂ કરનાર કંપનીએ તેનો બીજો પ્લાન્ટ વર્ષ ૧૯૯૫માં પુડુચેરી ખાતે સ્થાપ્યો હતો. વર્ષ ૨૦૦૦માં ઉત્પાદન સવલતોનું કોન્સોલિડેશન કરીને ઉત્પાદન પ્લાન્ટોને ગ્રેટર નોઈડા ખાતે અત્યાધુનિક સવલતોમાં અમાલ્ગમેટ કરી એકછત્ર હેેઠળ લાવી હતી. જુલાઈ ૨૦૨૦માં હોન્ડા સીએલ પાવર પ્રોડક્ટસ લિમિટેડથી કંપનીનું નામ બદલીને હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટસ લિમિટેડ કરાયું હતું. 

વિશ્વની બીજી સૌથી મોટી એન્જિન મેન્યુફેકચરર અને મજબૂત આર એન્ડ ડી તેમ જ ઈન-હાઉસ ટેકનીકલ ઈન્નોવેશન કરતી પેરન્ટ હોન્ડા મોટર કંપનીના બહોળા અનુભવનો લાભ કંપની મેળવી રહી છે. ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડા ખાતે વાર્ષિક ૩,૫૦,૦૦૦ યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે મેન્યુફેકચરીંગ સવલતો ધરાવતી કંપનીના ઉત્પાદનોમાં મરીન આઉટબોર્ડ, મોટર્સ, ટીલર્સ, બ્રશ કટર્સ, લોન મોવર્સ, જનરેટર્સ, જનરલ પરપઝ એન્જિન્સનો  સમાવેશ છે. કંપની તેના ઉત્પાદનોની એશીયા, નોર્થ અમેરિકા, મિડલ ઈસ્ટ અને આફ્રિકા, સાઉથ અમેરિકા સહિતના ૩૫ થી વધુ દેશોમાં નિકાસો કરે છે. કંપનીના ૭.૦ કેવીએ જનરેટરે ગુણવતા, પરફોર્મન્સ, ટેકનોલોજી (ફયુલ ઈન્જેકશન સિસ્ટમ)ને કારણે અમેરિકા, યુરોપ અને અન્ય વિકસીત બજારોમાં સારી ઈમેજ ઊભી કરી છે. કંપની ભારતમાં મરીન આઉટબોર્ડ બિઝનેસમાં બોટ ઓપરેટરોને હાઈ-પરફોર્મન્સ, ટકાઉ, ફયુલ એફિશિયન્ટ ઓપરેટીંગ પરફોર્મન્સ પૂરૂ પાડવાના ઉદ્દેશ સાથે આ ક્ષેત્રે પ્રવેશ કરી મેરીટાઈમ સિક્યુરિટી, પેટ્રોલિંગ, રેસ્ક્યુ અને ઈન્ટસેપ્ટર બોટ્સ, ટેક્સી બોટ્સ માટે પેસેન્જર બોટ્સ અને ટુરિઝમ/લીઝર ઉદ્યોગમાં રીક્રિએશનલ ફિશિંગ અને દરિયામાં કમર્શિયલ ફિશિંગ અને ઈનલેન્ડ રીવર સિસ્ટમ્સ માટે આધારરૂપ સોલ્યુશન પૂરૂ પાડવા સક્રિય છે. આ માટે કંપનીએ હોન્ડા ફોર-સ્ટ્રોક મરીન આઉટબોર્ડ મોટર્સની રેન્જ રજૂ કરી છે. ૮૦૦૦ કિલોમીટરના કાશ્મીર, આંદામાન, ગોવા અને કેરળ જેવા વિશાળ દરિયાકાંઠાના માર્કેટેબલ તકો વધવાના અંદાજે મરીન ઉદ્યોગ ભારતમાં વધીને રૂ.૧૪૦૦ કરોડ પહોંચવાની અપેક્ષા  છે.

ડિસ્ટ્રીબ્યુશન ચેનલો : કંપની નેપાળ, શ્રી લંકા,  બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, સાઉથ કોરિયા, ફિલિપાઈન્સ, મલેશિયા, હોંગકોંગ, સિંગાપુર, તાઈવાન, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, ન્યુ ઝીલેન્ડ, યુ.એસ.એ., કેનેડા, મેક્સિકો, હૈતિ, ગુએતમાલા, ડોમનિકલ રિપબ્લિક, જાપાન, યુ.એ.ઈ., સાઉથ આફ્રિકા, બેલજીયમ, આર્જેન્ટિના, બોલિવિયા, બ્રાઝિલ, ચીલી, ઈક્વાડોર, પેરૂ, ઉરૂગ્વે, વેનેઝુએલામાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલો  ધરાવે છે.

પ્રોડક્ટસ : કંપનીના ઉત્પાદનોમાં બેટરી ઓપરેટેડ હેન્ડ ટુલ્સ, જનરેટર્સ, ટીલર્સ, બ્રશ કટર્સ, વોટર પમ્પ, લોન મોવર્સ, જનરલ પરપઝ એન્જિન્સ, આઉટબોર્ડ મોટર્સનો સમાવેશ છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૬૬૦, માર્ચ ૨૦૨૩ના રૂ.૭૨૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૮૦૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૮૫૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૯૬૮

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૫૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૬૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૭૫ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૧૫ ટકા

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હોન્ડા મોટર કંપની લિમિટેડ-જાપાન પાસે ૬૬.૬૭ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૮.૧૮ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧.૩૭ ટકા, એચએનઆઈઝ અને કોર્પોરેટ બોડીઝ પાસે ૨.૦૭ ટકા તેમ જ રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૧૧.૭૧ ટકા છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક ૨૪ ટકા વધીને રૂ.૭૯૪  કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૦૭ ટકા થકી ચોખ્ખો નફો ૧૩.૩૧ ટકા ઘટીને રૂ.૭૯.૯૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૮.૮૧ હાંસલ કરી હતી.

(૨) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક ૧૫.૨૨ ટકા વધીને રૂ.૨૮૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૯૧ ટકા થકી ચોખ્ખો નફો ૧૨૯ ટકા વધીને રૂ.૩૬.૧૬ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૩૫.૬૫ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક ૧૩ ટકા વૃદ્વિએ રૂ.૯૦૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩.૧૧ ટકા થકી ચોખ્ખો નફોે રૂ.૧૧૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૧૬ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં. (૨) જાપાનની હોન્ડા મોટર કંપની લિમિટેડના ૬૬.૬૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની હોન્ડા  ઈન્ડિયા પાવર પ્રોડક્ટસ લિમિટેડ અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૧૬ અને અપેક્ષિત બુક વેલ્યુ ૯૬૮ અને ઉદ્યોગના સરેરાશ પી/ઈ ૬૦  સામે એનએસઈ, બીએસઈ પર રૂ.૨૯૩૫ ભાવે ૨૫ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…
Business

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

July 7, 2025
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…
Business

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, OLA-UBER જેવી કેબમાં 8 વર્ષથી જૂનું વાહન નહીં ચલાવી શકાય | ola uber can…

July 7, 2025
India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
Next Post
Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર! | rule change from 1…

Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર! | rule change from 1...

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો | …

‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો | …

1 month ago
VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…

VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો | nitish kuma…

4 months ago
લખતર સ્ટેટ દ્વારા બનાવાયેલો રિંગ રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

લખતર સ્ટેટ દ્વારા બનાવાયેલો રિંગ રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

3 months ago
કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

કરમસદ વેસ્ટ ઝોનમાં પાણીના જગ સપ્લાય કરતા 2 એકમો સીલ | 2 units supplying water jugs sealed in Karamsa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News