ઉત્તર પ્રદેશના હમીરપુરનો વીડિયો વાયરલ
પુલનું સમારકામ ચાલુ છે તેવું કહી એમ્બ્યૂલન્સને ના જવા દેવાઇ પણ ધારાસભ્યની કારને છૂટ મળી
હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં માનવતાને નેવે મુકતી ઘટના સામે આવી છે. એક પુત્ર પોતાની માતાનો મૃતદેહ એક કિમી સુધી સ્ટ્રેચર પર લઇ જવા માટે મજબૂર થયો હતો. થાકી જતો ત્યારે સ્ટ્રેચર સાથે મૃતદેહને જમીન પર નીચે મુકી દેતો. ફરી ઉઠાવતો અને ચાલવા લાગતો, આ રીતે તેણે પુલ પાર કર્યો જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.