Mallikarjun Kharge On Dattatreya Hosable Statement: RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાની વાત કરી હતી. હોસબોલેના આ નિવેદન બાદ દેશમાં રાજકીય ખળભળાટ વધ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, જો બંધારણના કોઈપણ શબ્દને પણ અડ્યા છો તો કોંગ્રેસ તેનો સખત વિરોધ કરશે અને છેલ્લા શ્વાસ સુધી લડશે.
હોસબોલેને મનુસ્મૃતિના સમર્થક ગણાવ્યા
બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ હોસબોલેને મનુસ્મૃતિના સમર્થક ગણાવ્યા હતા.